Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ખંભાળીયામાં મેચ ઉપર જુગાર રમતા ૩ ઝડપાયાઃ ખંભાળીયા

 એસ.ટી. ડેપો સામે શકિત પાન દુકાન પાસે જાહેરમાં ટી.વી. ઉપર મેચ નીહાળી ખેલાડીના નંબરની ચીઠ્ઠીઓ નાખી શરતો લગાવી પૈસાની હારજીત કરી જુગાર રમતા રૂપિયા ૪૬,૨૫૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૩ કિ. રૂા. ૧૫,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૬૧,૨૫૦ ના મુદ્દામાલ સાથે (૧) ગીરધરભાઇ સોમાભાઇ ડોરૂ (ઉવ.૫૧) ધંધો પાણી પુરવઠામાં નોકરી રહે. એસ.ટી.ડેપો પાસે (૨) રાજેશભાઇ ગંગારામ બોકડે (ઉવ.૩૨) મજુરી રહે. એસ.ટી. ડેપો પાસે કબ્રસ્તાન બાજુમાં (૩) નજીરભાઇ હબીબભાઇ સૈયદ (ઉવ.૩૬) ધંધો મજુરી રહે. એસ.ટી ડેપો રોડ પાણી પુરવઠાની ઓફીસની બાજુ ને ઝડપી લીધા હતા. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર પી.એમ.જુડાલ પો. હેડ કોન્સ.  હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, ખિમાભાઇ કેશુરભાઇ કરમુર, જેઠાભાઇ સોમાભાઇ પરમાર, દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ શિવયાસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, કાનાભાઇ રાણાભાઇ લુણાએ કરી હતી.

(1:51 pm IST)