Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જામનગરની પરિણીતાને સાસરીયાનો ત્રાસ

જામનગર, તા.૨૦: અહી ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસાયટી, વાછરા ડાડાના મંદિર પાસે રહેતી પુનમબેન જયદીપભાઈ પરમાર તે છગનભાઈ અરજણભાઈ નકુમની પુત્રી ઉ.વ.૩૦ એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તેણીના પતિ–જયદીપભાઈ મગનભાઈ પરમાર, સસરા–મગનભાઈ ભોવાનભાઈ પરમાર, સાસુ–વસંતબેન મગનભાઈ પરમાર, રે. રાજકોટવાળાએ લગ્નજીવન દરમ્યાન નાની નાની વાતોમાં ઝઘડાઓ કરી ગાળો બોલી અસભ્ મારકુટ કરી માનસીક દુઃખ ત્રાસ આપી ગુનામાં ગુન્હો કરેલ છે.

ઈકો ગાડીએ ઠોકર મારતા ભેંસનું મોત

અહીં ખારી વિસ્તાર હાપામાં રહેતા આલાભાઈ સોમશુરભાઈ વીર, ઉ.વ.રર એ પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, એસ.આર.પંપની પાસે ફરીયાદી કાળા કલરની ભેસ જેની ઉ.વ.આશરે પાંચેક ની જેના માથે ટીલુ કરેલ હોય જેની કિંમત આ.૯૦,૦૦૦/– ની હોય તેને જામનગર તરફથી આરોપી મુઝફર મનસુરભાઈ સોહરવદીએ પોતાની ઈકો કાર જેના રજી.નં. જી.જે.–૦૩–જે.એલ.–ર૬૦પ ના ચાલકે એકદમ પુર ઝડપે ચલાવી ભેસને ઠોકર મારતા ભેસને માથાના ભાગે જમણી સાઈડ સીગડાના ભાગે ભટકાતા મરણ ગયેલ છે.

બિમારીથી કંટાળી આયખું ટુકાવ્યું

અહીં પવનચકકી પાસે બાવાવાડમાં રહેતી શીતલબેન સંજયભાઈ હંજડા ઉ.વ.૩૮ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સંજયભાઈ કાંતીલાલ હંજડા, ઉ.વ.૪૦ ને ખેંચ ઉપડવાની તેમજ માનસીક બિમારી હોય જે બિમારીથી કંટાળી જઈ મનમા લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે.

દુધઈ ગામે જુગાર

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દુધઈ ગામના તળાવ પાસે આરોપીઓ ત્રિભોવનભાઈ લખમણભાઈ ગાંભવા, બિપીનભાઈ નારણભાઈ ડાંગર, વસંતભાઈ નરશીભાઈ પટેલ, વનરાજસિંહ અનોપસિંહ જાડેજા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧પર૩૦/–તથા ટોચલાઈટ રૂ.ર૦/–  મળી કુલ રૂ.૧પરપ૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.(૨૩.૧૯)

 

 

જામનગરની પરિણીતાને સાસરીયાનો ત્રાસ

જામનગર, તા.૨૦: અહી ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસાયટી, વાછરા ડાડાના મંદિર પાસે રહેતી પુનમબેન જયદીપભાઈ પરમાર તે છગનભાઈ અરજણભાઈ નકુમની પુત્રી ઉ.વ.૩૦ એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તેણીના પતિ–જયદીપભાઈ મગનભાઈ પરમાર, સસરા–મગનભાઈ ભોવાનભાઈ પરમાર, સાસુ–વસંતબેન મગનભાઈ પરમાર, રે. રાજકોટવાળાએ લગ્નજીવન દરમ્યાન નાની નાની વાતોમાં ઝઘડાઓ કરી ગાળો બોલી અસભ્ મારકુટ કરી માનસીક દુઃખ ત્રાસ આપી ગુનામાં ગુન્હો કરેલ છે.

ઈકો ગાડીએ ઠોકર મારતા ભેંસનું મોત

અહીં ખારી વિસ્તાર હાપામાં રહેતા આલાભાઈ સોમશુરભાઈ વીર, ઉ.વ.રર એ પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, એસ.આર.પંપની પાસે ફરીયાદી કાળા કલરની ભેસ જેની ઉ.વ.આશરે પાંચેક ની જેના માથે ટીલુ કરેલ હોય જેની કિંમત આ.૯૦,૦૦૦/– ની હોય તેને જામનગર તરફથી આરોપી મુઝફર મનસુરભાઈ સોહરવદીએ પોતાની ઈકો કાર જેના રજી.નં. જી.જે.–૦૩–જે.એલ.–ર૬૦પ ના ચાલકે એકદમ પુર ઝડપે ચલાવી ભેસને ઠોકર મારતા ભેસને માથાના ભાગે જમણી સાઈડ સીગડાના ભાગે ભટકાતા મરણ ગયેલ છે.

બિમારીથી કંટાળી આયખું ટુકાવ્યું

અહીં પવનચકકી પાસે બાવાવાડમાં રહેતી શીતલબેન સંજયભાઈ હંજડા ઉ.વ.૩૮ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સંજયભાઈ કાંતીલાલ હંજડા, ઉ.વ.૪૦ ને ખેંચ ઉપડવાની તેમજ માનસીક બિમારી હોય જે બિમારીથી કંટાળી જઈ મનમા લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે.

દુધઈ ગામે જુગાર

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દુધઈ ગામના તળાવ પાસે આરોપીઓ ત્રિભોવનભાઈ લખમણભાઈ ગાંભવા, બિપીનભાઈ નારણભાઈ ડાંગર, વસંતભાઈ નરશીભાઈ પટેલ, વનરાજસિંહ અનોપસિંહ જાડેજા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧પર૩૦/–તથા ટોચલાઈટ રૂ.ર૦/–  મળી કુલ રૂ.૧પરપ૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:36 pm IST)