Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભાવનગર માં ચોમાસ નાં અનુસંધાને સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

આકસ્મિક સંજોગોમાં પ્રજાજનોને મદદ, ફરીયાદ, માર્ગદર્શન અને માહિતીની આપ-લે માટે સબંધિત વિસ્તારનાં કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકાશે

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને અતિવૃષ્ટી, પુર, ભારે વરસાદ, વાવાઝોડુ તથા અન્ય સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત પ્રજાજનોની ફરીયાદ/માર્ગદર્શન મેળવવા તેમજ માહિતીની આપ-લે માટે ભાવનગર મહાનગરપાલિકા ખાતે તેમજ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનનાં ભાગરૂપે ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.
જેમાં ભાવનગર મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૪૩૦૨૪૫, ૦૨૭૮-૨૪૨૪૮૧૬, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૮૮૨૩૨૩, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૬-૨૨૨૦૦૯, ઉમરાળા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૩૫૨૩૦, વલ્લભીપુર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૧-૨૨૨૪૩૫, પાલીતાણા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૮-૨૪૩૩૨૬, ગારીયાધાર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૫૨૯૨૨, મહુવા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૪-૨૨૩૦૪૨, જેસર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૫-૨૮૧૪૦૦ તથા તળાજા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૨-૨૨૨૦૪૨ શરૂ કરવામાં આવેલ છે.
જેથી આકસ્મિક સંજોગોમાં પ્રજાજનોને મદદ, ફરીયાદ, માર્ગદર્શન અને માહિતીની આપ-લે માટે સબંધિત વિસ્તારનાં કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકાશે.

(7:07 pm IST)