Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

દસાડાના સુરેલ ગામે પ્રેમીપંખીડાનો આપઘાત

૧૬ વર્ષની હેતલની સગાઇ અન્યત્ર કરેલ : યુવાન યોગેશ ઠાકર સાથે બંને ૧ાા વર્ષથી પ્રેમસંબંધમાં હતા : ખેતરમાં જઇ ગળાફાંસો ખાઇ લીધો

વઢવાણ તા. ૨૦ : ઘણીવાર પ્રેમી પંખીડાઓએ સમાજ અથવા તો પરિવારજનો લગ્ન માટે નહીં માને તેવી આશંકા સેવી આપઘાત કર્યો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે. જયા પ્રેમી અને પ્રેમિકાએ સાથે જીવવા-મરવાનું વચન નિભાવ્યું. બંનેએ સાથે ખેતરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમિકાની સગાઈ અન્ય જગ્યા પર નક્કી કરી દેતા પ્રેમિકાએ પ્રેમી સાથે આપઘાતનું પગલું ભર્યું હતું.

રિપોર્ટ અનુસાર દસાડાનાઙ્ગસુરેલ ગામમાં રહેતો યોગેશ ઠાકોર નામના યુવકને તેના ગામમાં રહેતી ૧૬ વર્ષની સગીરા હેતલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યોગેશ અને હેતલ એકબીજાથી છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ કરતા હતા અને બંને લગ્ન કરવાનો પણ વિચાર કર્યો હતો. હેલતના પરિવારજનો દ્વારા હેતલની સગાઈ અન્ય જગ્યા પર કરવામાં આવી હતી. વેવિશાળ નક્કી થતા હેતલ અને યોગેશે એક સાથે આપઘાત કરવાનો વિચાર કર્યો અને નજીકમાં આવેલા ખેતરમાં જઈ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

આ ઘટની જાણ ગામ લોકોને થતા લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને પોલીસે ગણતરીના સમયમાં જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે હેતલ અને યોગેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. રવિવારના રોજ નાનકડા એવા સુરેલ ગામમાં આશાસ્પદ સગીરા અને યુવકના આપઘાતના પગલે સન્નાટો છવાયો છે.

(10:25 am IST)