Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

'પહલી રાખી દેશ પ્રેમ કી' કેશોદ વિસ્તારની બહેનોની અનોખી પહેલ

કેશોદ તા. ૨૦ : હિન્દુ ઘર્મ માં તહેવારોની હારમાળા જોવા મળે છે. ત્યારે આમાનો જન્માષ્ટમી પહેલા આવતો તહેવાર એટલે રક્ષાબંધન જે ભાઈ-બહેનના સંબંધોને કાયમી માટે જોડી રાખતો તહેવાર છે.ઙ્ગ

આ રક્ષાબંધનના તહેવારનું ખુબજ મહત્વ રહેલું છે. આ તહેવાર નિમિત્ત્।ે બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને ખુબ જ રૂડા આશિર્વાદ આપે છે.ઙ્ગ

આવો તહેવાર જયારે નજીક આવી રહીયો છે ત્યારે જે માઁ ભારતીના રક્ષકો કે જે સતત પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની સરહદે અડીખમ ઉભા રહીને પોતાના દેશની રક્ષા કરે છે. ત્યારે તે ભાઈ ની ચિંતા પણ બહેનને થતી હોય છે. ત્યારે બહેનોની પણ ફરજ બનેછે કે પોતાના દેશની સુરક્ષામાં ઉભા રહેલા ફૌજી ભાઈને રાખડીના કવરમાં પોતાના હાથે રૂડા આશિર્વાદ આપતો પત્ર લખીને મોકલેછે. આ શુભ કાર્ય કેશોદ નગરપાલિકા વોર્ડ નં ૫ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની બહેનો દ્વારા કરવામાં આવ્યું અને દેશની રક્ષા કરી રહેલા ફૌજીઓને ર્્નં 'પહેલી રાખી દેશ પ્રેમ કી'ના રૂડા આશિર્વાદ સાથે રાખડી તથા શુભ આશિષ આપતો પત્ર પણ મોકલવામાં આવેલ છે.ઙ્ગ

આ કાર્યક્રમને સફળ બનાવવામાં કેશોદ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનાં સંયોજક મીતભાઈ વાળા , યુવા કેન્દ્રના પ્રમુખ સિધ્ધાર્થભાઈ કામળિયા , મેસવાણ યુવા કેન્દ્રના પ્રમુખ શૈલેષભાઈ મકકા તથા તેની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(10:29 am IST)