Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

હળવદમાં દશામાના વ્રતને અનુસંધાને માઇભકતો મૂર્તિ લેવા ઉમટી પડ્યાઃ દસ દિવસ ચાલનારૂ આ વ્રત

હળવદ,તા.૨૦: વિશ્વ આખું કોરોના રૂપી મહામારી સામે ઝઝૂમી રહ્યું છેે. કોરોના સંક્રમણના હાઉ લોકો માનસમાં ઘર કરી ગયો છે બીજી બાજુ હવે સોમવારે અષાઢી અમાસ દિવસે દશામાના વ્રતનો પણ પ્રારંભ થાય છે. ત્યારે હળવદમાં પણ દશામાના વ્રતને અનુસંધાને માઇભકતો મૂર્તિ લેવા ઉમટી પડ્યા હતા કોરોનાવાયરસની મહામારી સામે ઝઝૂમી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મોઢે માસ્ક બાંધીને આ વ્રત માટે દશામાની મૂર્તિ ખરીદતા હતા વ્રતને અનુસંધાને પોતાના ઘરે દશામાનુ સ્થાપન કરી દસ દિવસ સુધી દશામાની ભકિતભાવ સાથે શ્રદ્ઘા સાથે પૂજા અર્ચના કરી માતાજીની ભકિતમાં લીન બનશે હળવદ પંથકમાં મોટાભાગના માઇભકતો દશામાનુ વ્રત કરતા હોય છે ત્યારે વાતાવરણ પવિત્ર ધર્મોલ્લાસ ભર્યું બનશે.(

(11:52 am IST)