Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સુરેન્દ્રનગર જિલ્લાના ૨૦૧૭ વેપારી એકમોના વજન માપની ચકાસણીઃ ફી પેટે ૧૨.૭૪ લાખની વસુલાત

વઢવાણ,તા.૨૦:મદદનીશ નિયંત્રકશ્રી કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા ની કચેરી સુરેન્દ્રનગર દ્વારા લોકડાઉન દરમ્યાન જિલ્લાના આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ વિવિધ વ્યાપારીક એકમો જેવા કે અનાજ, કરીયાણા, સસ્તા અનાજની દુકાનો, મેડીકલ સ્ટોર, દુધના વિક્રેતાઓ, પાન મસાલા વગેરે જેવા ૧,૧૧૬ એકમોની ઓચિંતી મુલાકાત લઇ તપાસ કરવામાં આવેલ જેમાં ૮૮ એકમોની સામે વજનમાપ ધારાના ભંગ જેમ કે વજનમાં ઓછુ તોલી આપવુ, વજનમાપની ચકાસણી મુદ્રાંકન કરાવ્યા વગર ઉપયોગમાં લેવા અને પેકર તરીકેની નોંધણી ન કરાવવી, એમ.આર.પી.માં ચેકચાક, ભાવ પત્રક પ્રદર્શિત ના કરવુ જેવી ક્ષતિઓ બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ ૮૮ એકમો પાસેથી ગુન્હો માંડવાળ ફી પેટે રૂપિયા ૮૮,૩૦૦/- વસુલ કરવામાં આવેલ હતા.

આ ઉપરાંત જિલ્લાના ૨૦૧૭ વેપારી એકમોના વિવિધ વજન માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કામગીરી કરી ચકાસણી તથા મુદ્રાકનની સરકારી ફી પેટે રૂપિયા ૧૨,૭૪,૪૪૫/- વસુલ કરેલ છે.

આ મુલાકાત દરમ્યાન ગ્રાહકો તથા વેપારીઓને પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સરકારીશ્રી દ્વારા અપાયેલ દિશા નિર્દેશનોનું પાલન કરવા જરૂરી સુચના આપી હતી. ગ્રાહકો તથા વેપારી સ્વયં પોતે પણ માસ્ક તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરવા, એકબીજા વચ્ચે જરૂરી અંતર જાળવવા તથા ગ્રાહકોને જરૂરી સુવિધા પુરી પાડવા જેવી માહિતી હાજર ગ્રાહકો તથા વેપારીઓને આપી અમલ કરવા જણાવ્યું હતું.

આ કામગીરીમાં જિલ્લા તોલમાપ અધિકારી આર.એસ. રાઠોડ તથા સર્વે તોલમાપ નિરીક્ષકો પી.ડી. સોલંકી, કુમારી કે.ટી. નિમાવત, એન.વી. ધરજીયા દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સ્ટાફના અન્ય કર્મચારી જે.આર. જાડેજા, શ્રી ડી.ટી. પરમાર પણ મદદરૂપ થયેલ હતા.(

(11:57 am IST)