Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

હળવદના મયુરનગર ગામે જુગારધામ ઝડપાયુ

હળવદ : મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબીના પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી સ્ટાફના વિક્રમસિંહ બોરાણા અને સહદેવસિંહ જાડેજાને બાતમી મળેલ કે મયુરનગર ગામે નવા પ્લોટમાં હાઈસ્કુલ બાજુમાં રહેતા રમેશભાઈ દેવાદાનભાઈ આહિરે જુગાર રમી રમાડતા હોઇ દરોડો પાડી  રમેશભાઈ દેવદાનભાઈ આહીર, ચંદુલાલ નરસિંહભાઈ પટેલ, રમેશભાઈ ચંદુભાઈ પટેલ, જયેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ, લાલજીભાઈ ભવાનભાઈ પટેલ, રાયમલભાઈ રમેશભાઈ કોળી અને મનસુખભાઈ છગનભાઈ પટેલને રોકડ રકમ ૧,૭૦,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી  કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં  દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, યોગેશદાન ગઢવી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રણુભા જાડેજા અને દશરથસિંહ ચાવડા સહિતનાઓએ કરેલ છે.

(12:03 pm IST)