Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સરકાર સામે હવે બોલવુ જ પડશેઃ હાર્દિક પટેલ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ૩ દિ' સૌરાષ્ટ્રમાં: સોમનાથ મહાદેવના દર્શન કર્યા : કાલે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરશેઃ ગીર સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો સાથે સંવાદ

વેરાવળ : સોમનાથ વેરાવળ નગરપાલિકા કોંગ્રેસની થશે કાર્યકારી અદયક્ષ હાર્દિકઙ્ગ પટેલે ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયે કોગ્રેસના આગેવાનો કાર્યકરોને સંબોધન કર્યું હતું. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ)

શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આવ્યા હતા તેઓએ અભિષેક તથા ધ્વજારોહણ કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ)

રાજકોટ તા. ર૦ :.. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજથી ૩ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. ગઇકાલે વેરાવળ-સોમનાથ ખાતે હાર્દિક પટેલનું આગમન થયુ હતું. જયાં કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યુ઼ હતું.

હાર્દિક પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સોમવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન બાદ, વેરાવળ, ચોરવાડ, વંથલી સહિતના કોંગ્રેસનાં આગેવાનો કાર્યકરો સાથે બેઠક કરીશ. અને સંગઠનને લઇને ચર્ચા-વિચારણા કરાશે.

કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શને પધારેલ અને સોમનાથ મહાદેવની પુજા, અર્ચના, ગંગાજળ અભિષેક કર્યો હતો તેમજ કોરોનાં મહામારીમાંથી દેશ અને દુનિયા મુકત થાય તેવી પ્રાર્થના કરેલ હતી.

ત્યારબાદ સવારે ૯.૩૦ વાગ્યે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ અને પત્રકાર મિત્રો સાથે ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાનું કાર્યાલય, ટાવર ચોક, વેરાવળ ખાતે ચર્ચા વિચારણા કરશે.

 હાર્દિક પટેલે જણાવ્યુ કે, વિશ્વનુ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવીને ધન્યતા અનુભવું છું. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કેઙ્ગસરકાર સામે બોલવું પડશે સરકારની ખોટી નીતિથીઙ્ગ કોરોના લોકડાઉનમા મધ્યમ વર્ગ ખેડૂતો શિક્ષણને બહુ મોટી નુકસાની થયેલ છે. ૫૫ લાખ યુવાનોને ન્યાય મળે તે માટે લડત લડવામાં આવશે મોંઘવારી વધી રહી છે પરિવારો બરબાદ થઈ રહ્યા છે આરોગ્યની સારી સુવિધા નથી ૨૦૨૨મા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હશે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કાલે બીજા દિવસે તા. ર૧ ને મંગળવારે સવારે ૯.૩૦ વાગ્યે જામનગર બાયપાસ ચોકડીથી કોંગ્રેસ પક્ષના આગેવાનો કાફલા સાથે દ્વારકા જવા માટે રવાના થશે.

કાલે મંગળવારે બપોરે ૧ર.૧પ વાગ્યે ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે દર્શન કરશે. હાર્દિક પટેલ સાંજે ૪.૩૦ વાગ્યે જામનગર અને દેવભૂમિ દ્વારકા કોંગ્રેસના પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ અને પત્રકાર મિત્રો સાથે સંસ્કાર રીસોર્ટ, કાનસુમર પાટીયા, સામે, જામનગર બાયપાસ રોડ, જામનગર ખાતે ચર્ચા વિચારણા કરશે. તેમ નિખિલ સવાણીએ જણાવ્યું છે.

(3:48 pm IST)