Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

શીલના કારેજ ગામે વાડીમાં જુગારધામ ઉપર પોલીસ ત્રાટકીઃ ૧૮ પત્તાપ્રેમી ઝડપાયા

કેશોદ-માંગરોળ પંથકના શખ્સો પાસેથી ૭ લાખનો મુદામાલ કબ્જેઃ વાડી માલિક અને ભાગીદારો નાસી ગયા

જુનાગઢ તા. ર૦ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીનન્દર પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન/જુનાગરની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે ક્રાઇમ બ્રાન્ચ ઇચા. પોલીસ ઈન્સ. આર.કે.ગોહિલ તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા તથા પો.સ્ટાફના માણસોને અગાઉથી હકિકત મળેલ કે, માંગરોળ તાલુકાના શીલ પો.સ્ટે. કારેજ ગામના રામા હાજા મોકરીયાની કારેજ ગામની સીમમાં મામા દેવના મંદિરની નજીક મકાન ઓરડીમાં કારેજ ગામનો કેશુ દેવશી કોળી તથા કરમણ મુછાળા રહે. ચર તથા ભુપત કાના રબારી જુગારનો અડ્ડો ચલાવે છે. તેવી હક્કી આધારે રેઇડ કરતા કુલ ૧૮ જુગારીઓને રોકડા રૂપ,રર,૩૮૦/- તથા મો.ફોન-૧૩ કિ.રૂ ૬ર,પ૦૦૦/- તથા મો.સા.૬ કિ.રૂ૧, પ૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ૭,૩૪,૮૮૦/- ના મુદામાલ સાથે કાર્યવાહી કરી છ.ે

પકડાયેલ આરોપીઓ (૧) મયુર રાણા કોડીયાતર રબારી ઉ.ર૮ રહે. કેશોદ, છાસાવાડી પ્લોટ, કોળી વાડા, (ર) મનસુખભાઇ ગોવિંદભાઇ સોલંકી કોળી ઉ.૩૪ રહે. સાંઢાગામા તા.માંગરોળ, (૩) રાજુભાઇ જીવાભાઇ કેશવાલા મેર ઉ.ર૯ રહે. આંત્રોલીગામ તા.માંગરોળ, (૪) ઇમ્તીયાઝ ફતુજી મુલતાની મુસ્લીમ ઉ.ર૮ રહે. કારેજ ગામ જાપા પાસે, (પ) નીલેશગીરી શાંતીગીરી ગૌસ્વામી બાવાજી ઉ.૩૯ રહે. કેશોદ એરપોટ રોડ, (૬) કેશુભાઇ બોઘાભાઇ ઓડેદરા મેર ઉ.૩૩ રહે. માધવપુર, (૭) વિનુભાઇ ઉકાભાઇ ડાકી કોળી ઉ.૪૦ રહે. વિોરલ તા.માંગરોળ, (૮) અનીલભાઇ મેણંદભાઇ પરમાર અનુજાતી ઉ.૩૪ રહે. કેશોદ, એરપોર્ટ રોડ, (૯) દિપકભાઇ માધવજીભાઇ સોંદરવા અનુજાતી ઉ.૪૦ રહે. જુથળ તા.માંગરોળ, (૧૦) જયસુખભાઇ મુળજીભાઇ કયાડા પટેલ ઉ.૩પ રહે. કારેજ, (૧૧) એભાભાઇ રાજાભાઇ સુત્રેજા મેર ઉ.૩૭ રહે. કેશોદ, એરપોર્ટ રોડ, (૧ર) પ્રદિપભાઇ ઓઘાભાઇ મુળીયાસીયા મેર ઉ.ર૮ રહે.કેશોદ, ગોકુલનગર, (૧૩) અરજણભાઇ ખીમાભાઇ ભુવા કોળી ઉ.૪૬ રહે. અગતરાય તા.કેશોદ, (૧૪) મહેશભાઇ ફોગાભાઇ વદર મેર ઉ.૩૯ રહે. કેશોદ, જગદિશ પાર્ક,(૧પ) કરમણ પરબતભાઇ ગળચર રબારી ઉ.૩૪ રહે. કેશોદ, એરપોર્ટ રોડ, (૧૬) ચેતનગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી ઉ.૪૧ રહે. કેશોદ, ગોકુલનગર, (૧૭) મયુરભાઇ મંગાભાઇ ચૌહાણ અનુજાતી ઉ.ર૬ રહે. કેશોદ, મેર સમાજની પાસે, (૧૮) આવળાભાઇ લીલાભાઇ જાડેજા મેર ઉ.રર રહે. કેશોદ, આતરોલી છ.ે

જયારે વાડી માલીક રામા હાજા મોકરીયા રહે. કારેજ કેશુ દેવશી મોકરીયા રહે. કારેજ, કરમણ રૈયા મુછાળ રહે. ચર ગામ, ભુપત કાના ચાવડા રહે. કેશોદ નાસી ગયા છ.ે રોકડા રૂપિયા પ,રર,૩૮૦, મો.સા.૬ કિ. રૂ ૧,પ૦,૦૦૦/-, મોબાઇલ ફોન નં. ૧૭ કિ. રૂ ૬ર,પ૦૦૦/- કુલ કિ. રૂ ૭,૩૪,૮૮૦/- નો મુદામાલ કબ્જે કરાયો છ.ે

આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના ઉચા પો.ઇન્સ.શ્રી આર.કે. ગોહિલ તથા પો.સબ. ઇન્સ. શ્રી ડી.જી.બડવા તથા પો.હેડ કોન્સ. એસ.એ.બેલીમ, ડી.આર.નંદાણીયા, વિ.કે. ચાવડા, બી.કે.સોનારા, ભરતભાઇ બી.ઓડેદરા, જે.એચ.મારૂ, વિ.એન.બડવા પો.કોન્સ. દિવ્યેશકુમાર ડાભી ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્સ. સાહિલ સમા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઇ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ કરેલ છે.(

(1:04 pm IST)