Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જેતપુરમાં કોરોનાનો કેરઃ ર૪ કલાકમાં વધુ ૪ કેસ તબીબ સહિત કુલ પ૭ કેસ નોંધાયા

જેતપુર તા.ર૭ : શહેરમાં કોરોના કહેર વધતો જાય છે. દિવસે દિવસે કોરોના પોઝીટીવની સંખ્યામાં ચિંતાજનક વધારો થતો જાય છે. તેમાં વધુ પડતા કેસો સુરતથી સંક્રીમત થયેલા હોય છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુરત અમદાવાદથીઆવતા લોકો કોરોનાના શિકાર બન્યા હોય છે. દરરોજ ૩ કેસ નોંધાય છે. જેમાં ગઇકાલે શહેરના એક તબીબ પણ સંક્રમીત થયા છે.

સ્ટેન્ડ ચોક બેંક ઓફ બરોડા સામે રહેતાઅને મેડીકલ પ્રેકટીસ કરતા ડો. દિપક યુ. દોશી (ઉ.વ.૮ર)નું કોરોના પોઝીટીવ આવેલ. આ તબીબ બહારગામ ગયેલ ન હોય તેને ત્યાં દવા લેવા આવતા દર્દીઓમાંથી સંક્રમીત થયા હોવાનું માનવામાં આવે છે. તેમજ નવાગઢ રોડ પર આવેલ નવી લોહાણા મહાજનવાડી પાસે રહેતા યુવાન ચંદ્રેશભાઇ નગીનદાસ રાણપરીયાના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ.

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બાયો મેડીકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા વિવેકાનંદ સોસાયટી નવાગઢમાં રહેતા યુવાન જીજ્ઞેશ ભરતભાઇ જેઠવા (ઉ.વ.રપ) તેમજ બોરડી સમઢીયાળા ગામે રહેતા આધેડ ઉકાભાઇ વલ્લભભાઇ વેકરીયા (ઉ.વ.૬૧) કોવિડ-૧૯ ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે ખસેડેલ આમ શહેરમાં કોરોનાના કેસો વધી રહયા છે. દરરોજ સરેરાશ ૩ કેસ નોંધાતા હોય કુલ પ૭ કેસ નોંધાય ચુકયા છે.

જુગાર રમતા ઝડપાયા

એલ.સી.બી. આર.આર.નો સ્ટાફ સાંજના પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન કણકીયા પ્લોટમાં પસાર થતા ૩ શખ્સો ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમતા હોય પોલીસે ૩ શખ્સો જયેશ છબીલદાસ પડીયા (રહે.મોટાચોક) શાંતી મોહનભાઇ શીંગાળા (રહે. શિવમ પાર્ક) અજય રસીકભાઇ કેશરીયા (રહે. સરદાર ચોક)ને રોકડ રૂપિયા ૪૦ર૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1:13 pm IST)