Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જુનાગઢમાં મહિલાએ હિંમતપૂર્વક સાવચેતી દાખવતા ચેઇનની ચીલઝડપ કરનારા નાશી છૂટયા

જુનાગઢ તા.ર૦ : જુનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ પર દિપાલી પાર્કમાં રહેતા નિર્મળાબેન બાલાશંકર ભરાડ નામના વૃધ્ધા શનીવારે સવારે ૧૦ કલાકે શાકભાજી લેવા માર્કેટ ગયા હતા અને ત્યાંથી પરત થતાં હતા.

ત્યારે સતવારા સમાજની વાડીથી થોડે આગળ પહોંચ્યા ત્યારે એકટીવા પર બે શખ્સો ધસી આવ્યા અને નિર્મળાબેનના ગળામાં પહેરેલ ચેઇન ખેંચવાની કોશિષ કરતા નિર્મળાબેન ચેઇન પકડી રાખ્યો અને બુમાબુમ કરા દુકાનદારો એકઠા થઇજતા આ બંન્ને શખ્સો એકટીવામાં ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નો઼ધાવતા પી.આઇ. આર.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.  વી.કે. ડાકીઅને ડી. સ્ટાફ દ્વારા બનાવના સ્થળે સી.સી.ટીવી કેમેરાના ફુટેજ દ્વારા તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

(1:15 pm IST)