Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કોરોના કેસને પગલે કંડલા પોર્ટની એડમીન ઓફિસ બંધ : પોર્ટ કર્મીઓ, પત્રકારો કવોરેન્ટાઈન

પોર્ટની એડમીન ઓફિસ સેનિટાઈઝ કરવાની કામગીરી શરૃઃ હવેથી ૫૦% કર્મીઓ સાથે કામ કરાશે

ભુજ,તા.૪૧: કંડલા દીનદયાળ પોર્ટના પૂર્વ લેબર ટ્રસ્ટી અને યુનિયન લીડર મનોહર બેલાણીને કોરોના પોઝિટિવ ડિટેકટ થયા બાદ તેમના સંપર્કમાં આવનારાઓ એલર્ટ થઈ ગયા છે. મનોહર બેલાણીના સંપર્કમાં પોર્ટ કર્મીઓ ઉપરાંત પત્રકારો પણ આવ્યા હોઈ તેઓ જાતે જ સેલ્ફ કવોરેન્ટાઈન થઈ ગયા છે. પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ 'અકિલા' નેઆપેલ માહિતી અનુસાર ચેરમેન એસ.કે. મેહતા દ્વારા કોવિડ ૧૯ અંતર્ગત સુરક્ષા માટેના પગલાં ભરાઈ રહ્યા છે. ગાંધીધામમાં આવેલી કંડલા દીનદયાળ પોર્ટની એડમીનીસ્ટ્રેશન ઓફિસ AO બિલ્ડીંગને સંપૂર્ણ બંધ કરી કરી દેવાઈ છે. અત્યારે બિલ્ડીંગને સંપૂર્ણ સેનિટાઈઝ કરાઈ રહી છે. સેનિટાઈઝ કરી દેવાયા બાદ હવે AO ઓફિસ કોવિડ સુરક્ષા અંતર્ગત ૫૦% સ્ટાફ સાથે કામ કરશે.

(3:43 pm IST)