Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

વિંછીયાના સરતાનપર ગામે પ્રેમ સંબંધના કારણે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે : જામીન આપી શકાય નહિ : કોર્ટ

રાજકોટ, તા. ર૦ :  જસદણના વિંછીયા તાબેના સરતાનપર ગામની વાડીમાં આશિષ જયંતિભાઇ રોજાસરાની લાકડી અને પાઇપના વિંછીયાના બંધાણી ગામની સીમમાં રહેતા આરોપી વિક્રમ દિપાળભાઇ મકવાણાએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી એચ. એમ. પવારે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે મરનાર આશિષના સરતાનપદ પર  ગામે રહેતા પિતા જયંતિભાઇ આંબાભાઇ રોજાસરાએ જસદણના ભડલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ ફરીયાદના અનુસંધાને પોલીસે આરોપી વિક્રમ દિપાળ મકવાણાની ધરપકડ કરીને જેલહવાલે કરતાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

બનાવની વિગત મુજબ મરનારને અન્ય એક આરોપીની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય અને ફોન ઉપર યુવતિ સાથે તે વાતચીત કરતો હોય હાલના આરોપી વિક્રમ મકવાણા સહિત આઠ શખ્સોએ લાકડી-પાઇપના ઘા મારીને આશિષ રોજાસરાની હત્યા કરી હતી.

આ જામીન અરજીના વિરોધમાં સરકારી વકીલ પરાગ એન. શાહે રજુઆત કરી હતી કે, આરોપીઓને પ્રથમ દર્શનીય કેસ છે. બનાવને નજરે જોનાર બે સાહેદો છે. ઓળખ પરેડમાં આરોપીને ઓળખ બનાવવામાં આવેલ છે. આમ આરોપી સામે ખુનનો ગંભીર ગુનો હોય જામીન અરજી કરી કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ જજ શ્રી એચ. એમ. પવાર નકારી કાઢી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. પરાગ એન. શાહ રોકયા હતાં.

(3:06 pm IST)