Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કચ્છમાં વધુ ૧૬ કેસ સાથે કોરોના બન્યો બેકાબૂ : કુલ કેસ ઝડપભેર વધીને 348 થયા : ૧૧૦ સારવાર હેઠળ : હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી

ભુજ : કચ્છમાં કોરોના બેકાબૂ બનીને સમગ્ર જિલ્લાને ભરડામાં લઈ રહ્યો છે.  આજે પણ એક સાથે ૧૬ કેસ નોંધાયા છે.  દરરોજ કેસ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. આજે નોંધાયેલા કેસોમાં રાપરમાં ૬ અને અંજારમાં ૫ છે. આ બન્ને તાલુકાઓ સતત પોઝિટિવ કેસ સાથે હોટસ્પોટ બની રહ્યા છે. આ ઉપરાંત આજે અન્ય વિસ્તારોમાં ગાંધીધામ-ભચાઉમાં ૨-૨ કેસ અને ભુજમાં ૧ કેસ નોંધાયો છે.

કચ્છ જિલ્લાની અત્યાર સુધીની યાદી પ્રમાણે હાલે હોસ્પિટલમાં દાખલ કેસ ઘણા વધ્યા છે. અત્યારે ૧૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, સાજા થયેલા દર્દીઓ પણ વધ્યા છે, ૨૨૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. તો, અત્યાર સુધીના કુલ કેસ ૩૪૮ અને મૃત્યુ પામનાર દર્દીઓ ૧૭ છે.

(8:33 pm IST)