Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

અમાસે કચ્છના દરિયામાં ફરી ચરસની ભરતી : ૪૨ લાખની કિંમતના ૨૮ પેકેટ ઝડપાયા

ભુજ : કચ્છમાં જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસુ ચરસના પેકેટ ઝડપાવવાનો ચાલુ જ રહ્યો છે. આજે અમાસની ભરતી દરમ્યાન વધુ ૨૮ પેકેટ ઝડપાયા છે. દરિયામાં પેટ્રોલિંગ દરમ્યાન કોસ્ટગાર્ડને બિનવારસુ ૨૮ પેકેટ મળી આવ્યા હતા

 . ઝડપાયેલા ચરસના જથ્થાની કિંમત ૪૨ લાખ થવા જાય છે. અત્યારસુધી છેલ્લા એકથી દોઢ મહિનામાં જખૌ, કોટેશ્વર અને માંડવીના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ૧૦૦૦ થીયે વધુ પેકેટ બિનવારસુ ઝડપાઇ ચુક્યા છે. ઝડપાયેલા ચરસના આ જથ્થાની કિંમત ૧૫ કરોડ જેટલી થવા જાય છે.

(8:35 pm IST)