Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

દ્વારકા શહેરના પ્રાંત અધિકારી ભેટડિયાને કોરોના પોઝિટિવ : તેમના નિવાસસ્થાનના પાંચ માળ કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર : તેમના પત્ની તથા માતૃશ્રી બંને નો રિપોર્ટ નેગેટિવ

આરોગ્ય ટીમ, નગરપાલિકા ટીમ ,પોલીસ ટીમ તેમના નિવાસસ્થાન પર પહોંચી.: સૅનેટાઇઝની કામગીરી કરી

દ્વારકા શહેરના પ્રાંત અધિકારી ભેટડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના નિવાસસ્થાનના  પાંચ માળ કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે ,  દ્વારકાની આરોગ્ય ટીમ, નગરપાલિકા ટીમ ,પોલીસ ટીમ તેમના નિવાસસ્થાન પર પહોંચી ચેહ અને . તેમની ગાડી તથા ઘરની આજુબાજુ નો વિસ્તાર  સેનેટાઇસ કરવામા આવ્યો.હતો

  પ્રાંત  અધિકારી ભેટડિયાના પત્ની તથા માતૃશ્રી બંને નો રિપોર્ટ નેગેટિવ આવેલ છે.

  પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા ( ઉ ,વ,૩૧ ) ને  ઉધરસ, શરદી જેવા લક્ષણો હતા ) નિહાર ભેટારીયા ( રહે,ક્રિષ્નાહાઈટ એપાર્ટમેન્ટ, રાધે હોટલની પાછળ, નાગેશ્વર રોડ, તા.દ્વારકા)
 માતાની સારવાર માટે ખંભાલીયા ખાતે ડો.રામ ચાવડા અને ડો.ભાવેશ ધારવીયાને ત્યાં તા.૧૬/૭/૨૦ ના રોજ આવેલ હતા. અને તા.૧૭/૦૭/૨૦ ના તેમને તાવ આવતા ડો.આંબલીયા, પાસે દવા લીધેલ ત્યારબાદ ઘરે જ હતા. વધુ તપાસ માટે તજવીજ હાથ ધરાય છે.

(10:04 pm IST)