Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

બગસરા રોડ પર બાબાપુરના પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત: એક જ પરિવારના ચાર લોકોના મોત : 3 ઇજાગ્રસ્ત

મૃતકમાં સાસુ વહુ અને બે બાળકોનું કરૂણમોત : મૃતક તમામ ગાવડકા ગામના રહેવાસી

 

અમરેલી - બગસરા રોડ પર બાબુપુર ગામના પાટીયા પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક પરિવારનાં 4 વ્યક્તિનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. મૃતકમાં સાસુ વહુ અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતક બંન્ને બાળકો ભાઇ બહેન હતા. જ્યારે 3 વ્યક્તિને ઇજા પહોંચતા 2ને ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે.

 

જ્યારે એક વ્યક્તિને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક તમામ ગાવડકા ગામમાં રહેતા અને એક ગાડીમાં 7 લોકો બેઠેલા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તમામને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
108 EMT
જણાવ્યું કે, અમરેલી-બગસરા રોડ પર ઘટના બની હતી. 108ને કોલ મળતા અમરેલીથી બે બગસરાથી એક ટીમ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ હજી પણ 1 વ્યક્તિની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામની સારવાર ચાલી રહી છે.

(12:22 am IST)