Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

પાલિતાણા પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કર્યું

ભાવનગરઃ  જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે  મેદ્યરાજાનું ધમાકેદાર બેટિંગ ચાલુ રહ્યું છે.

પાલિતાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના નવાગઢ, ભીડભંજનવિસ્તાર, ભૈરવનાથ ચોક, બસ સ્ટેન્ડ, રોડ તળેટી રોડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળેલ.

પાલિતાણાના  દ્યેટી, દૂધળા, ડમરાળા, કંજરડા, સેન્જળીયા, સોનપરી, થોરાળી, ભૂતિયા, ડેમ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ પગલા પાડયા છે.

 

(12:37 am IST)