Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજનું ગૌરવ

કાલાવડઃ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત બી.બી. એન્‍ડ પી.બી. હીરપરા કન્‍યા વિદ્યાલય તથા કાલાવડ ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ તથા કન્‍યા પ્રાથમિક વિદ્યાલય તથા અકબરી કન્‍યા છાત્રાલયની તેજસ્‍વી છાત્રાઓએ ગૌરવ વધાર્યુ છે. માર્ચ ૨૦૨૧નું ધોરણ ૧૨ સાયન્‍સનું ગુજરાત માધ્‍ય. અને ઉચ્‍ચ. માધ્‍યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગર દ્વારા જાહેર થયેલ પરિણામમાં હીરપરા કન્‍યા વિદ્યાલય-કાલાવડની પ્રથમ ૩ વિદ્યાર્થીની પ્રથમ અમીપરા દીનાક્ષી પંકજભાઈ - ૯૩.૦૭ ટકા ગ્રેડ એ-૧, બીજા વસોયા સૃષ્‍ટિ મથુરભાઈ - ૯૧.૩૮ ટકા, ગ્રેડ એ-૨ તથા ત્રીજા ચીખલીયા જયવંતી દિલીપભાઈ - ૯૦.૬૦ ટકા ગ્રેડ એ-૨ સાથે પરિણામમાં સિદ્ધિ મેળવી સંકુલનું તથા દાતાશ્રીઓનું તથા સર્વે ટ્રસ્‍ટીશ્રીઓનું તથા સમાજનું તથા આચાર્યાશ્રી તથા સર્વે સ્‍ટાફનું ગૌરવ વધારેલ છે. તેજસ્‍વી છાત્રોની તસ્‍વીર

(10:16 am IST)