Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ધોરાજીકોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વષૅની સજા દંડ ની રકમ ભરવાનો હૂકમ કરતી કોર્ટ

ધોરાજી ના એડવોકેટ લલીતભાઈ બાબરીયાએ જણાવ્યું હતું ધોરાજી ના ફરીયાદી દિનેશભાઈ માડણ ભાઈ હેરભા એ મામદ ગની ભાઈને ધંધામાં નાણાકીય જરૂરીયાત ઉભી થતાં મીત્રતાના નાતે રૂ 1,50,000 હાથ ઉછીના આપેલ હતાં જે રકમ ની ચૂકવણી પેટે આરોપી એ આપેલ ચેક રિટર્ન થતાં ફરિયાદીએ તેની લેણી રકમ ચૂકતે વસૂલ ન મળતાં ધી નેગોશીએબલ ઈનસ્ટૂ .એકટ 138 મૂજબ નોટીસ આપવાં છતાં આરોપી એ ફરિયાદી ને રકમ ન ચૂકવતાં આરોપી સામે ધોરાજી કોટ માં ફોજદારી કેસ નંબર 189/21 થી ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ ચાલી જતાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી એલજી બાબરીયા એ ઉચ્ચ અદાલતોના સિધ્ધાંતો ટાંકી દલીલો પૂરાવા રજૂ કરતાં ધોરાજી મહે એડી ચીફ જયૂડી મેજીસ્ટ્રેટ ની કોટે આરોપીને ધી નેગોશીએબલ ઈનસ્ટૂ એકટ ની કલમ 138 મૂજબ ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને એક વષની કેદની સજા તથા રૂપિયા 3,00,000 નો દંડ તથા દંડ ની રકમ ન ચૂકવે તો વધૂ ત્રણ માસ સાદી કેદ સજા તથા ફરિયાદી ને રૂ 1,55,695.89/વળતર ચૂકવવા માટે નો હૂકમ ફરમાવેલ છે આ કેસ મા ફરિયાદ પક્ષે ધોરાજી ના એલજી બાબરીયા,અજંના બેન બાબરીયા, જયેશભાઈ વધાસીયા, દિનેશભાઈ વોરા રોકાયેલ હતાં 

 

(7:44 pm IST)