Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

હળવદ નજીક કન્ટેનર પંજાબી કલીનરનું શંકાસ્પદ મોત

હળવદ,તા.૨૦: તાલુકાના શકિતનગર ગામ નજીક આવેલ અન્નપૂર્ણા હોટલ પાસે કન્ટેનર ના કલર નું વીજ શોક લાગતા શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું છે. મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવતા ફરજ પરના તબીબે શંકાસ્પદ જણાતા લાસને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલવાની તજવીજ હાથ ધરી છે જેથી મોતનું સાચુ કારણ રાજકોટ ફોરેન્સિક પી.એમ કર્યા બાદ જ બહાર આવશે.

વિગતો મુજબ પંજાબના જોબનપ્રિતસિંદ્ય કાશ્મીર સિંઘ ઉંમર વર્ષ ૧૯ પોતે કન્ટેનર નો કલર હોય અને કાલે હળવદ તાલુકાના શકિતનગર ગામ નજીક આવેલ અન્નપૂર્ણા હોટલ નજીક કન્ટેનર રોડ પરથી નીચે ઉતરી રહ્યું હતું ત્યારે યુવાનનું વીજ શોક લાગતા શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું છે.

જેથી મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે ત્યાં ફરજ પરના તબીબ ને શંકાસ્પદ લાગતા મૃતક ની લાશ ને ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી છે જેથી મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.

(11:51 am IST)