Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

મોરબીમાં સર્વિસ રોડના બેહાલ : ફસાતા વાહનો

મોરબી :   મોરબીના ત્રાજપર ચોકડી નજીક પાણી ભરેલા ખાડામાં એક કાર ફસાઈ હતી ત્યારે અહીંથી પસાર થતા સીટી કમ્પ્લેન પેનલના મેમ્બર અને સીટી બજરંગદળના વાઈસ પ્રેસિડેન્ટ ભાવિક ભટ્ટ તેમજ બે પોલીસ કર્મચારી સહીત ૬ જેટલા લોકોએ કાર બહાર કાઢી હતી. અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને સર્વિસ રોડના હાલ બેહાલ છે હાઈવે ઓથોરીટી દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ના હોય જેથી રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી જ રીતે હાઈવે પર ત્રાજપર ચોકડી નજીક સર્વિસ રોડ પર બિસ્માર રોડને પગલે પસાર થતું ટ્રેકટર ખાડામાં જતા પાછળની ટ્રોલી પલટી ગઈ હતી. બિસ્માર સર્વિસ રોડમાં ફસાયેલ મોટરની તસ્વીરો.(

(12:00 pm IST)