Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કેશોદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું દબદબાભેર સ્વાગત

કેશોદ : સોમનાથથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કેશોદમાં ગઈકાલ સાંજે નિયત સમય કરતાં મોડું આગમન થયું હતું. કેશોદ શહેરમાં માંગરોળ રોડ પરથી પ્રવેશ કરવામાં આવતાં રસ્તામાં દબદબાભર સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદના શરદચોક માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અને ચાર ચોકમાં ડો. ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને હારતોરા કરીને ધારાસભ્ય દેવભાઈ માલમના કાર્યાલય થઈ જુનાગઢ તરફ જવા રવાના થયા હતા. શહેરમાં સી આર પાટીલ નો કાફલા પહોંચતાની સાથેજ તંત્ર દવારા વાહનોને રોકી દેવામાં આવતાં ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સી આર પાટીલ સાથે ફોટાઓ પડાવવા માટે કાર્યકરો અને આગેવાનો પોતાનો ચહેરો ઓળખાવા માસ્ક ઉતારતાં રસીયાઓ નજરે ચડ્યાં હતાં. (તસ્વીર - અહેવાલ : કિશોરભાઈ દેવાણી - કેશોદ)

(12:07 pm IST)