Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

મહુવા પાસે અકસ્માત સર્જાતા બન્ને બાઇક ચાલકના મોત

ભાવનગર તા. ર૦ :.. મહુવા નજીક બે બાઇક ધડાકાભેર અથડાતાં બન્ને બાઇક ચાલકોનાં મોત નિપજયા હતાં.

અકસ્માતની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લાનાં મહુવા તાલુકાનાં તાવેડા ગામનાં પાટીયા નજીકથી પુરપાટ ઝડપે જઇ રહેલા બાઇક નં. જીજે-૪-સીએ એચ. ૧૮૬પ અને જીજે૦૪ સી. એમ. ૦૪૧ર સામ સામે ધડાકાભેર અથડાતાં બાઇક સવાર જયદીમ રજા મહંમદ અલી વિરાણી ઉ.૧પ (રહે. જયનદીપા ટેર્નામેન્ટ જાફરી સ્કુલ પાસે મહુવા) તથા મગનભાઇ ધનાભાઇ ભાલીયા ઉ.૩૭ (રહે. મોટી જાગધાર તા. મહુવા) ને ગંભીર ઇજા થતાં બન્ને નાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતાં. જયારે અલી રજા અકબર અલી વસાયા સહિત બે ને ઇજા પહોંચતા હોસ્પીટલ ખસેડાયેલ છે. આ બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

(12:08 pm IST)