Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જોડીયામાં વિચિત્ર ઘટનાઃ પુરપાટ આવેલી મોટરે ટક્કર મારીઃ બાઇક સાઇડમાં ઉભી રાખી મોબાઇલમાં વાત કરતા યુવાનને ગંભીર ઇજાઃ કાર ઉંધી વળી ગઇ

જોડીયા, તા., ર૦: જોડીયામાં જી.એમ.ફોર્મ પાસે જોડીયાના ફારૂક હારૂન સમેજા નામના યુવક રોડ કિનારે મોટર સાઇકલ ઉભી રાખીને મોબાઇલ પર વાતો કરતો હતો તેવા સમયે જોડીયાના બસ સ્ટેન્ડ બાજુથી ફુલ સ્પીડમાં ફોર વ્હીલ ગાડીએ આવી મોટર સાઇકલને ટક્કર મારેલ. મોટરનું બેલેન્સ ગુમાવતા ફોર વ્હીલ ખાડામાં ઉંધી પડેલ અને ફારૂક હારૂન સમેજાને ગંભીર ઇજા પહોંચતા તેને જામનગર જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.

(12:09 pm IST)