Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

માણાવદરનો દારૂના ગુન્હાનો ફરારી આરોપી જુગાર રમતા ઝડપાઇ ગયો

જૂનાગઢ,તા.૨૦: નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝૂંબેશ ના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, જેઠાભાઈ, રમેશભાઈ, વિકાસભાઈ, પો.કો. ભનુભાઈ, મોહસીનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા બાતમી આધારે દોલતપરા વિસ્તારમાં કિરીટનગર સોસાયટીમાં જુગાર અંગે રેઇડ કરી, આરોપીઓ (૧) ઇમરાન સલમભાઈ આરબ ઉવ. ૨૫ રહે. કિરીટનગર, દોલતપરા, જૂનાગઢ તથાઙ્ગ (૨) ઇરજાન ઈકબાલભાઈ હિંગરોજા ગામેતી ઉવ. ૨૩ રહે. કિરીટનગર, દોલતપરા, જૂનાગઢને પકડી પાડી, જુગાર ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવતા,  પૈકી આરોપી ઇરજાન ગામેતી  માણાવદર ગૌતમનગર નો રહેવાસી છે, ભૂતકાળમાં માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ  વિદેશી દારૂના કેસમાં પકડવાનો બાકી, હોવાની વિગતએ ડિવિઝન પોલીસને જાણવા મળેલ હતી..

ગઈ તા. ૧૫.૦૯.૨૦૧૯ ના રોજ કરાઈમ બ્રાન્ચ દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌતમનગર ખાતેથી આરોપી ઇમરાન યુનુસ નારેજાને વિદેશી દારૂની બોટલો નંગ ૨૨૬૦ કિંમત રૂ. ૯,૦૪,૦૦૦/- તથા ટ્રક, મોબાઈલ ફોન સહિતના કુલ મુદામાલ કિંમત રૂ. ૧૩,૦૫,૦૦૦/- સાથે પકડી પાડી,ઇમરાન યુનુસ, ઇરજાન ઉર્ફે અન્નનો ઇકબાલ હિંગોરા, ઇમરાન સુલેમાન, અબ્દુલ સુલેમાન સહિત ચાર આરોપીઓ વિરુદ્ઘ માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી, તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાંભળેલ હતી. આરોપી ઇમરાન યુસુફ નારેજાની પૂછપરછ દરમિયાન આરોપી ઇરજાનની સંડોવણી બહાર આવેલ હતી. જયારથી આ આરોપી નાસતો ફરતો હતો જેને એ ડિવિઝન પોલીસ દ્વારા જુગારના કેસમાં પકડી, પૂછપરછ હાથ ધરતા, માણાવદર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના કવોલિટી કેસમાં એકાદ વર્ષથી વોન્ટેડ/નાસતો ફરતો હોઈ,લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવેલ છે.

(12:09 pm IST)