Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા રણ વિસ્તારની નજીક ચેક પોસ્ટ

રણની અંદર પ્રવેશ કરનારની નોંધ કરવામાં આવશે તેમજ અગરિયા લોકોને પણ મદદરૂપ થશે : ૧૦ ઓકટોબરથી રણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે

વઢવાણ,તા.૨૦: ઝાલાવડનું નાનું રણ ૪૯૫૪ ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એકઙ્ગ દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે કયાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે.આ રણની અંદર શિયાળાની સીઝનમાંઙ્ગ વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે.

અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. આ રણ વિસ્તારનો ભાગ બધી બાજુથી ખુલ્લા હોવાથી લોકો નો પ્રવેશ થઈ શકે છે અને તેના કારણે રણની અંદર વન્ય જીવ તેમજઘુડખરનો શિકાર પણ કરવા લોકો આવતા હોય છે આ બાબતને ધ્યાનમાં રાખી ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા રણ વિસ્તારની નજીક ચેક પોસ્ટ બનાવવામાં આવી છે અને આ ચેક પોસ્ટ દ્વારા રણની અંદર પ્રવેશ કરનાર વ્યકિતની નોંધ કરવામાં આવશે તેમજ રણ ની અંદર કામ કરતા અગરિયા લોકોને પણઙ્ગ મદદરૂપ થશે.

આજે ધ્રાંગધ્રા રેંજની અંદર આવેલ ચેક પોસ્ટ નું લોકાર્પણ ઘુડખર અભયારણ્યનાઙ્ગ નાયબ વન સંરક્ષક એસ.એસ.અસોડા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં રણની ફરતે આવી બીજી દસ ચેક પોસ્ટઙ્ગ બનાવવાનું આયોજન અભયારણ્ય દ્વારા કરવામાં આવ્યું છે.ઙ્ગ આ પ્રસંગે નાયબ વન સંરક્ષક એસ. એસ.અસોડા, મદદનીશ વન સંરક્ષક પ્રગનેશ દવે,તેમજ ઘુડખર અભયારણ્યના કર્મચારીઓ હાજર રહ્યા હતા. હાલ ચોમાસાના કારણે આ વિસ્તાર બંધ હોય છે.

જે આગામી ૧૦ ઓકટોબર પછી પ્રવાસીઓ માટે ચાલુ થશે. આ ચેક પોસ્ટ થવાથી રણકાંઠા ના ગામો જેવા કે નરાળી, નિમકનગર, કુડા, કોપરણી, જેસડા જેવા ગામના લોકો ખુશ હતા.

(12:11 pm IST)