Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જૂનાગઢના પાદરીયા ગામના કોળી પટેલને અપહરણ બાદ તુર્ત જ પોલીસે છોડાવી લીધો

ચોટીલાના ખેરડીની યુવતિ નાસી ગયાના પ્રકરણમાં

જૂનાગઢ,તા.૨૦: બપોરના સમયે જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામનાઙ્ગ રહીશ ગોપાલ બચુભાઈઙ્ગ ચૌહાણ નું કોઈ અજાણ્યા આઠ થી દશ જેટલા ઈસમોએ બે કારમાં આવી, અપહરણ કરી, લઈ ગયેલ હોવાની જાણ જૂનાગઢ તાલુકા પોલીસને પબ્લિકના માણસ દ્વારા કરવામાં આવતા પીએસઆઇ એસ.એન. સાગરકા તથા સ્ટાફ રામભાઈ તથા કે ડી રાઠોડ તથા ભરતભાઈ વિગેરે માણસોએઙ્ગ તાત્કાલિક નાકાબંધી કરાવી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હે.કો. નાથાભાઇ, નિલેશભાઈ,  દ્વારા તાત્કાલિક સદ્યન તપાસ તેમજ વડાલ રોડ ઉપર નાકાબંધી હાથ ધરવામાં આવતા, વડાલ રોડ ઉપરઙ્ગ મહાસાગર પેટ્રોલ પંપઙ્ગ નજીકથી બે કારમાં નવ ઈસમો પાસેથી, ભોગ બનનાર ગોપાલ બચુભાઈ કોળીપટેલ ઉવ. ૩૩ રહે. પાદરીયા તા. જી. જૂનાગઢને હેમખેમ છોડાવેલ હતો. તમામને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતા.

રાઉન્ડ અપ કરવામાં આવેલ શિવાભાઈઙ્ગ વિનુભાઈઙ્ગ માલકીયા સહીત કુલ નવ જેટલા ઇસમોની પૂછપરછ કરાવવામાં આવતા, તમામ ચોટીલા તાલુકાના ખેરડી ગામના વતની છે અને એક અપરણિત સ્ત્રી ગામના જ એક પુરુષ સાથે નાસી ગયેલ હોઈ, આ બાબતે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવેલ હતી. ત્યારબાદ અપરણિત યુવતીના સગા સંબંધીઓને જાણવા મળેલ કે, બંન્ને નાસી ગયેલ યુવતી અને યુવક, મૂળ ચોટીલા તાલુકાના ઝુપડા ગામના વતની અને હાલ જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામ ખાતે રહેતા ભોગ બનનાર કોળી યુવાનઙ્ગ ગોપાલ ભાઈ ના દ્યરે રોકાયેલ હતા. જેથી યુવતીની શોધમાં બે કારમાં આવેલ નવેય ઈસમો દ્વારા પાદરિયા ગામ ખાતેથી ભોગ બનાનારને પોતાની ગાડીમાં બેસાડી, માહિતી મેળવવા સાથે રાખેલ અને મોબાઈલ ફોન ઉપર વાત કરવા દીધેલ નહીં. જે બાબતની જાણ જૂનાગઢ પોલીસને થતા, તાત્કાલિક સતર્કતા થી કાર્યવાહી હાથ ધરવામાં આવતા, તમામને રાઉન્ડ અપ કરવામાં આવેલ. અપહૃત યુવાન દ્વારા પોતાને કોઈ હેરાન કરેલ નહીં હોય તેમજ તમામ ઇસમો પોતાના વતન બાજુના સંબંધીઓ જ હોઈ, પોતાને કોઈ ફરિયાદ કરવી નથી, તેવું જણાવેલ હતું. તેમ છતાં, જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ક્રિમિનલ પ્રોસીઝર એકટ મુજબ કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(12:59 pm IST)