Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જુનાગઢમાં ભાજપ અગ્રણી નિલેશ ધુલેશીયાની મહેમાનગતિ માણતા સી.આર. પાટીલ

જુનાગઢ તા.ર૦ : પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીનાં સંસદ સભ્ય સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસે ગઇકાલે જુનાગઢના પ્રાવસે આવેલા શ્રી પાટીલ જુનાગઢ મનપાની પુર્વે સ્ટેન્ડીંગ ચેરમેન અને ભાજપ અગ્રણી નિલેશભાઇ ધુલેશીયાના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા. આ શુભેચ્છા મુલાકાત વેળા ઉપરોકત તસ્વીરમાં શ્રી પાટીલ શ્રી ધુલેશીયાની મહેમાનગતિ માણતા અને આ તકે ઉપસ્થિત ભાજપ અગ્રણી શૈલેષભાઇ દવે દર્શાય છે. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ) 

(1:04 pm IST)