Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જામનગરના ભણગોરમાં-૩, ધુનડા-નવાગામમાં ૧ાા ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવત : હળવો -ભારે વરસતો વરસાદ

રાજકોટ, તા. ર૦ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ પડી રહ્યો છે.

છેલ્લા ર૪ કલાકમાં ઝાપટાથી ત્રણ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

જામનગર : જામનગરના ભણગોરમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે ધુનડા-મોટા પાંચ દેવડા, નવા ગામમાં દોઢ ઇંચ સમાણા, ખરેડી, મોટા ખડબામાં પોણો ઇંચ, પીઠડમાં એક ઇંચ વરસાદ પડયો છે.  જયારે શેઠવડાલા, જામવાડી, વાંસજાળીયા, પીપરતોળા, ડબાસંગમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

આ ઉપરાંત લાલપુરમાં દોઢ ઇંચ તથા કાલાવડ, ધ્રોલ, જામજોધપુરમાં ઝાપટા પડ્યા છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢના મેંદરડા અને વિસાવદરમાં પોણો ઇંચ તથા જુનાગઢ, માંગરોળ, માણાવદર, માળીયા હાટીના વંથલીમાં વરસાદી ઝાપટા પડયા છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા અને તાલાલામાં અડધો ઇંચ તથા વેરાવળ, સુત્રાપાડા, ઉનામાં વરસાદી ઝાપટા પડ્યા છે.

જામકંડોરણા

જામકંડોરણાઃ જામકંડોરણામાં કાલે બપોરના ૧ર વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૩૧ મીમી ર્ી(સવા ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ ૯ર૭ મીમી થયેલ છે. જામકંડોરણાનો ફોફળ ડેમ હાલમાં ૧.૬૦ (દોઢ ફૂટ) ઓવરફલોર થઇ રહ્યો છે.

વિંછીયા

વિંછીયા : વીંછીયામાં કાલે દિવસ દરમિયાન હળવા મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. કેટલાક દિર્વીસથી સૂર્યનારયણ અલોપ થઇ ગયા છે.(

(1:07 pm IST)