Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કોટડાસાંગાણી તાલુકાના પાંચીયાવદર, માણેકવાડા, ખરેડા, કોટડાસાંગાણી અને રાજગઢ ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

ગોંડલ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો હોય

રાજકોટ તા. ૨૦, - રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના કોટડાસાંગાણી ગામ પાસેનો ગોંડલી ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે. અને પાણીની આવક વધતાં ડેમ ઓવરફલો થવાની શકયતા છે, આથી ડેમના હેઠવાસમાં આવેલા પાંચીયાવદર, માણેકવાડા, ખરેડા, કોટડાસાંગાણી અને રાજગઢ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ વર્તુળ(ફલડસેલ)ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.

(2:40 pm IST)