Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સર્વત્ર ભારે વરસાદથી રાજકોટ જીલ્લાના ૧૩ ડેમો ઓવરફલો

રાજકોટ, તા. ર૦ : હાલમાં સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ મેદ્યરાજાએ હાહાકાર મચાવી દીધો છે. તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હજી ૪ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેદ્યરાજાએ વરસાવેલા કહેર વચ્ચે આજે રાજકોટ સિંચાઇ યોજના વર્તુળ હસ્તકના ૨૫ ડેમમાંથી ૧૩ ડેમો ઓવરફલો થયા છે. રાજકોટ અને ભાવનગર સિંચાઇ યોજનાના હસ્તકનાં ૧૨૫ જેટલાં ડેમ પૈકી અત્યારે ૩૨ ડેમો હાઈ એલર્ટની સ્થિતિમાં છે. ૩૦ જળાશયો ૮૦ ટકાથી વધારે પાણીથી ભરાયેલા હોવાંથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ તંત્ર દ્વારા નીચાણવાળાં વિસ્તારોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે રાજકોટનાં ૧૩ ડેમોમાં ૧૦૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. જયારે ૭ ડેમમાં ૯૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે મોજ ડેમનાં ૭ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેનાં કારણે મોજ નદીમાં દ્યોડાપૂર સર્જાયું છે. મોજ નદીના કાંઠા પરના ૧૨થી ૧૫ ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

અતિ ભારે વરસાદને કારણે રાજકોટનો આજી ડેમ ૧, ફોફળ ડેમ, સોડવદર ડેમ, સુરવો ડેમ, વાછપરી ડેમ, વેરી ડેમ, મોતીસર ડેમ, ફાડદંગબેટી ડેમ, ખોડાપીપર ડેમ, લાલપરી, છાપરવાડી ૧ અને છાપરવાડી-૨ માં ૧૦૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ-ભાવનગર સિંચાઇ યોજના હસ્તકનાં ૧૨૫ માંથી ૩૨ ડેમો હાઇ એલર્ટ પર છે. ૩૦ જળાશયો ૮૦ ટકાથી વધુ પાણીથી ભરાયેલા છે. જયારે અન્ય નાના-મોટા ૭૦૦થી વધારે તળાવો ભારે વરસાદને કારણે પાણીથી ભરાયા છે. ઉપરાંત જામનગરનો ફોફળ અને મોજ ડેમ ઓવરફલો થયો છે.

આ સાથે ફોફળ નદી, સારણ નદી, ઉતાવળી નદી પણ બે કાંઠે વહેવા લાગી છે. આ ઉપરાંત અન્ય દ્યણાં ડેમો ઓવરફ્લો થયા છે જેમાં દ્યી ડેમ, સોનમતી, શેઢભારથરી, વેરાડી-૧, મીનસર, વાનાવડ, ડાયમીનસાર, પન્ના, સપડા, વાડીસંગ, રૃપાવટી, સોરઠી, ત્રિવેણી સહિત ઠાંગા ડેમ ઓવરફલો થયાં છે.

(4:18 pm IST)