Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

હવે ખાવડાના કાળા ડુંગર ઉપર તીડના ઝુંડનું આક્રમણ : ગીચ ઝાડીઓમાં ઉગેલું ઘાસ અને વનસ્પતિ ખાઈ જતાં પશુપાલકોમાં ફેલાઈ વ્યાપક ચિંતા

વિનોદ ગાલા, ભુજ : કચ્છમાં વરસાદ દરમ્યાન તીડનો ઉપદ્રવ શાંત રહ્યા બાદ ફરી એક વાર તીડ દેખાતાં ચિંતા સર્જાઈ છે. હાલે ખાવડાના કાળા ડુંગર પર તીડના ઝુંડે પડાવ નાખ્યો છે. ખાવડા પંથકના માલધારી મુકીમ જુસબ સમાએ આપેલી માહીતી અનુસાર અત્યારે તીડના ઝુંડના કારણે ઉચાટ સર્જાયો છે. કાળા ડુંગરના ઉપરના ભાગે જ્યાં ઘાસ અને અન્ય વનસ્પતિ છે, ત્યાં તીડના ઝુંડે આક્રમણ કરી ઘાસનો ખો વાળી નાખ્યો છે. પરિણામે અહીં પશુઓ માટે સારા વરસાદ પછી માંડ માંડ ઉપલબ્ધ થયેલા ઘાસનો નાશ થવાથી પશુપાલકો ચિંતિત છે. તંત્ર કાળા ડુંગરના ઉપરના ભાગે આવેલી ગીચ ઝાડીઓમાં તીડ નિયંત્રણ માટે વ્યવસ્થા ગોઠવે તેવી સ્થાનિક માલધારીઓની માંગણી છે.

(9:15 pm IST)