Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

“ નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા લાલ કી ” ના નાદ સાથે ઘેલું થયું સાળંગપુરધામ

શ્રી કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર એવં કેકનો અન્નકૂટ -ભવ્ય મટકી ફોડ ઉત્સવ- રાસગરબાની રમઝટ

 ( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્યાત  સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે તા.19-08 2022 ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દિવ્ય શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . શ્રી કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત સવારે ૯:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યકમમાં દેશભક્તિ ગીત - શિવ નૃત્ય - મટકી ફોડવામાં આવેલ ત્યારબાદ પવિત્ર રીતે બનાવેલી કેક મંદિરના પ્રાંગણમાં કેક કટિંગ કરવામાં આવેલ તેમજ ડી - જેના તાલે યુવાનો નાચીને ૫.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ના આશીર્વચન મેળવ્યા હતાં . હનુમંત મંત્ર યજ્ઞ અંતર્ગત પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ - પૂજા પાઠ કરવામાં આવેલ . રાત્રે ૯ કલાકે જિગ્નેશ બારોટ ( કવિરાજ ) તથા વિવેક સાંચલાના સુમધુર કંઠે ભવ્ય રાસગરબા દ્વારા ભક્તોને મંત્ર મુગ્ધ કરેલ બરાબર ૧૨ કલાકે શ્રી કૃષ્ણ જન્મની આરતી કરી ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ હજારો ભક્તોએ સમગ્ર કાર્યક્રમનું Salangpur Hanumanji - Official યુટ્યુબ ચેનલ પર તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ .

(10:42 am IST)