Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ધોરાજી સોની બજાર ખાતે આવેલ રામજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નારા સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી સોની બજાર ખાતે આવેલ રામજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો
ધોરાજીના સોની બજાર ખાતે આવેલ શ્રી રામજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
આ સમયે પૂજારી દિલીપભાઈ અગ્રાવત તેમજ પૂજારી નિમેષ અગ્રાવત દ્વારા વૈદિક પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
આ સમયે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ધોરાજી શહેર ભાજપ ધીરુભાઈ કોયાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નારા સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભાવભર કરવામાં આવી હતી

(6:54 pm IST)