Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

બક્ષીપંચ પછાત વર્ગ વિકાસ મંચ દ્વારા આયોગ ચેરમેનને આવેદનપત્ર અપાયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી ક્વોટામાં ફેરફાર નહીં કરવા રજૂઆત કરાઈ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : બક્ષીપંચ પછાત વર્ગ વિકાસ મંચ ગુજરાત પ્રદેશ દ્વારા આયોગ ચેરમેન જસ્ટીસ કે. એસ .ઝવેરીના કાર્યાલય સેક્ટર 19, ગાંધીનગર. ખાતે ઓ.બી.સી. સમાજની 27% અનામતમાં સરકાર દ્વારા ફેરફારના મુદ્દે  આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ  જી. કે. પ્રજાપતિ તેમજ બક્ષીપંચ ના ઋષિવંશી સમાજ ના પ્રદેશ પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલીયા તેમજ વિવિધ બક્ષીપંચ સમાજના પ્રમુખો, હોદ્દેદારોની બહોળી સંખ્યામાં હાજરી સાથે આવેદનપત્ર આપવા માટે એકઠાં થયેલ. સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં 54% વસ્તી બક્ષીપંચ સમાજના લોકો ધરાવતા હોવા છતાં 27% અનામતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામત રદ કરતા સમાજમાં ભારે રોષ ભરાયો છે .મૂળભૂત અનામતમાં સરકાર ફેરફાર કરતા રોષ વ્યક્ત કરતા ગાંધી ચિંધ્યા રાહે ચાલી ને આવેદન પત્ર આપવામાં આવેલ.  સરકાર વિશ્વાસનો પ્રસ્તાવ પાસ નહિ કરે જરૂર જણાય આગળ પગલાં ભરવા સમગ્ર ગુજરાતના જિલ્લા તાલુકા અને ગ્રામ્યની ઓબીસી સમાજના લોકોની જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકાર સામે કડક પગલાં ભરવાની પણ તૈયારી સાથે દર્શાવવામાં આવેલ છે.

(7:24 pm IST)