Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ગોંડલની ૨ વિદ્યાર્થીનીઓની કરાટે સ્‍પર્ધામાં સિંહ ગર્જના : ગુજરાતની ૨ યુનિવર્સિટીમાં ગોંડલની છાત્રાઓ નેશનલ કરાટે ચેમ્‍પિયનશિપ માટે પસંદગી

ગોંડલ તા. ૨૦ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં ગત તારીખ ૩/૦૯/૨૦૨૨ના રોજ વડોદરા ખાતે કરાટે સ્‍પર્ધા યોજાઇ હતી તેમાં વી વી પી એન્‍જિનિયરિંગ કોલેજમાંᅠ અભ્‍યાસ કરતી બંસી તન્ના અંડર ૬૪ +કેજી વેઇટ કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી ઓલ ઇન્‍ડિયા યુનિવર્સિટી ગેમ્‍સ માટે સિલેક્‍ટ થઈ.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત નેશનલ લેવલ કરાટે ચેમ્‍પિયનશિપ સ્‍પર્ધા યોજાઇ જેમાં ગોંડલની સહજાનંદ કોલેજ માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થિની રિદ્ધિ છેલવાડા સૌરાષ્ટ્ર અંડર ૪૫ +કેજી વેઇટ કેટેગરીમાં દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું અને તેની પણ ઓલ ઇન્‍ડિયા યુનિવર્સિટી ગેમ્‍સ માટે પસંદગી કરવા માં આવી છે,આ સફળતા માટે બંને વિદ્યાર્થીનીઓ ને તેમની સંસ્‍થા દ્વારા શુભેચ્‍છાઓ પઠવા માં આવી,તેમની સફળતા પાછળ તેમના કરાટે કોચ સનસેઇ જીજ્ઞેશ આર ગોરીની ખુબ મહત્‍વની ભૂમિકા રહી છે, અને આગળ પણ આ બાળાઓ નેશનલ ગેમ્‍સમાં સિલેક્‍ટ થઈ ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કરે અને ગોંડલ શહેરનું ગૌરવ વધારે તેવું વંદના કરાટે એકેડેમી સંચાલક અને કોચ જીજ્ઞેશ આર ગોરીનું કહેવુ છે. (તસ્‍વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(11:32 am IST)