Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ગોંડલની ગોંડલી નદીમાં ગાંડીવેલ સાફ કરાવવા માંગ

ગોંડલ : ગોંડલના ભગવતસિંહજીની ગોંડલી નદીમાં ગાંડી વેલે સામ્રાજય સ્‍થાપ્‍યું છે. જે કપડા(ગાભા) વેચતા લોકોનો ચાલવાનો રસ્‍તો છે. આઠ દિવસથી પડી રહેલ ગાંડી વેલ સાફ કરાવવામાં નહી આવે તો માખી - મચ્‍છરથી તથા રોગો, ડેંગ્‍યું અને અન્‍ય રોગચાળા ફાટી નીકળશે. જેથી લોકો દ્વારા આ ગાંડી વેલના પુલની સાફ-સફાઇ કરવા અંગે માંગણી કરવામાં આવી છે.(તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:40 am IST)