Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઈસ્‍તાંબુલમાં સ્‍તન કેન્‍સર અંગે આગવું રિસર્ચ રજૂ કરતાં ભાવનગરના ડો. શ્રુતિ શાહ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ : તૂર્કીના ઈસ્‍તાંબુલ ખાતે આયોજીત ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં સ્‍તન કેન્‍સરમાં એરિસ્‍ટોલોચિયા ઔષધિ  દ્વારા અત્‍યંત અસરકારક પરિણામ મળ્‍યું હોવાનું ભાવનગરના કેન્‍સરના હોમિયોપેથી નિષ્‍ણાંત  ડો શ્રુતિ શાહે સંશોધનપત્ર  રજૂ કરી કેન્‍સરના દર્દીઓમાં આશાનું નવું કિરણ જગાવ્‍યું હતું.ઈસ્‍તાંબુલ ખાતે આયોજીત ઇન્‍ટરનેશનલ લીગા કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત વિશ્વભરના ૨૦૦૦ કરતા પણ વધુ હોમિયોપેથી ડોક્‍ટરો સમક્ષ ડો શ્રુતિ શાહે પોતાનું  આગવું સંશોધન રજૂ કરતાં જણાવ્‍યું હતું કે સંસ્‍કળતમાં ઈશ્વરી નામ ધરાવતી આ ઔષધિ કેન્‍સરના ખાસ કરીને મહિલાઓમાં સ્‍તન કેન્‍સરના તથા હૉમોર્નલ પ્રોબ્‍લેમ્‍સમાં અત્‍યંત અસરકારક  પૂરવાર થઇ છે, જેના લીધે તેના નામ મુજબ કેન્‍સરના દર્દીઓ  માટે તે ઈશ્વરીય વરદાનરૂપ પૂરવાર થઇ શકે એમ છે. આ સંશોધનને ત્‍યાં ઉપસ્‍થિત સર્વે નિષ્‍ણાંત તબીબોએ વધાવી લીધું હતું.સ્‍તન કેન્‍સર પર Phd કરનારા તથા સ્‍તન કેન્‍સર અંગે પોતાનું વિસ્‍તળત સંશોધન રજૂ કરતી બુક પણ લખી  ચૂકેલા  ડો શ્રુતિ શાહ આ પહેલાં સ્‍પેન, ફ્રાન્‍સ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્‍તાન, મુંબઈ, અમદાવાદ વગેરે સ્‍થળો ખાતે આયોજિત ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં પણ કેન્‍સરની સારવાર અંગે પોતાની મૌલિક ચિકિત્‍સા પધ્‍ધતિ અંગેના સંશોધનપત્રો રજૂ કરીને તબીબી જગતને નવો રાહ ચીંધીને ભાવનગરનું તથા ભારતનું નામ રોશન કરી ચૂકયા છે.

(11:45 am IST)