Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

બાબરા લાઠી વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાંથી બાવકુભાઇ ઉધાડને ટીકીટ આપવા માંગ

કોંગ્રેસના પાંચ વર્ષ દરમિયાન મતદારોને અનેક કડવા અનુભવો થયા વિકાસ થયો નહિ અને ફરી લુખ્‍ખાગીરીને, મોકળાશ મળી

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨૦: સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને ગણતરી ના દીવસો બાકી છે સૌરાષ્‍ટ્ર નું એપી સેન્‍ટર ગણાતો અમરેલી જિલ્લો ગત ચૂંટણી મા ભાજપ ના સુપડા ?સાપ થય? ગયા હતા પાટીદાર અનામત આંદોલન ની અસર અને કોંગ્રેસ નો મોંધવારી નો મુદ્દા એ અસર કરી હતી જેથી જીલ્લા ની પાંચે પાંચ બેઠકો ભાજપ હારી ગયું હતું  છતાં પણ ગુજરાત માં ભાજપ સરકાર બની હતી ગત વર્ષે ભાજપના ઉમેદવારો હારવા છતા લોકો વચ્‍ચે રહીયા હતા અને કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્‍ય કરતા બમણા કામો કરીયા હતા  જેમાં ગત ચૂંટણી મા બાબરા લાઠી વિધાનસભા બેઠક પર ના પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઇ ઉધાડ અમરેલી થી ચુંટણી લડીયા હતા અને હારીયા હતા પણ હારવા છતા પણ બાબરા લાઠી દામનગર ના મતદારો નો ઋણ ચૂકવવામાં માં બાકી નથી રાખ્‍યું ધારાસભ્‍ય કરતા પણ લોકો ની મદદે અને વચ્‍ચે રહીને ને વિકાસના કામો બાબતે અગ્રેસર રહી સરકાર માથી વિવિધ મંજુરી ઓ અપાવી હતી અને બાવકુભાઇ ઉધાડ ને પણ લોકો એ ધારાસભ્‍ય જેમ માન સન્‍માન આપ્‍યું હતું  હવે ફરી થી ધારાસભ્‍ય ની ચુંટણી ના ગણતરી ના દીવસો બાકી છે ત્‍યારે બાબરા શહેર અને તાલુકા માથી તેમજ લાઠી દામનગર વિસ્‍તાર માંથી મતદારો ના મુખે ચર્ચાઓ જાણવા મળી છે ફરીથી બાબરા લાઠી વિધાનસભા બેઠક ભાજપ માંથી ટીકીટ બાવકુભાઇ ઉધાડ ને આપવી વાદ વિવાદથી દૂર રહેતા મતદારો ને ભાજપ ના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ ખાનગી રાહે બાવકુ ભાઇ ઉધાડ માં રસ ધરાવે છે.

 રાજકીય આગેવાન પાસે મલતી વિગતો મુજબ જો કોંગ્રેસ માથી વિરજીભાઇ ઠુંમર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેતો એમને હરાવી શકે એવા માત્ર પીઠ અનુભવી અને પાંચ ટમ નો ધારાસભ્‍ય નો અનુભવ ધરાવતા ઉમેદવાર અને સુખ સમળદ્ધિ અને શાંતિ નો અહેસાસ કરાવનાર બાવકુભાઇ ઉધાડ વિરજીભાઇ ઠુંમર ને પરાજય કરી શકે છે અગાવ પણ બાવકુભાઇ ઉધાડ વિરજીભાઇ ઠુંમર ને પરાજય આપ્‍યો હતો.

હાલ ભાજપ માંથી  ગોપાલભાઈ વસ્‍તરપરા મયુરભાઈ હીરપરા ના નામનો પણ ચાલી રહેલા છે  પક્ષ કોની ઉપર કળશ ઢોળે એની ભારે ચર્ચા ઓ જાગી છે.

(12:54 pm IST)