Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જામનગરના જાખરના પાટીયા પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: લાલપુર તાલુકાના જાખર પાટીયા મોરીયા હોટલ પાસે રહેતા નીતેશકુમાર ભુલઈભાઈ સરોજ, ઉ.વ.રર એ પંચ એ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, રામપર-ગામના પાટીયા પાસે આરોપી આઈસરના રજી.નં.એમ એચ-૦૪-કે એફ-૦૮ર૩ નો ચાલક મહેબુબ લાડસાહબ કેલાગીન ને પોતાના આઈસર ટ્રક પુર ઝડપે બેફીકરાઈથી ચલાવી ફરીયાદી નીતેશકુમારના ટ્રક નં. જી.જે.-૧૯-યુ-રર૩પ ને પાછળથી ઠોકર મારી આરોપીએ પોતાના ટ્રકને પલ્‍ટી મરાવી પોતાનું મોત નિપજાવી અને ફરીયાદી નીતેશકુમારના ટ્રકને પાછળથી ઠોકર મારી ટ્રકમાં આશરે રૂ.૮૦,૦૦૦/નું નુકશાન કરી ગુનો કરેલ છે.

ચલણીનોટો વડે જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શૈલેષભાઈ કાંતીભાઈ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, સાત રસ્‍તા બસ સ્‍ટેન્‍ડ પાસે, પ્રદર્શન ગ્રાઉન્‍ડની પાળીની બાજુમાં આરોપીઓ અલ્‍કેશ રામજીભાઈ થડોડા, સાજીદ અહેમદભાઈ બ્‍લોચ એ ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી જુગાર રમતા રૂ.૧૦૬૬૦/-ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

જ્ઞાતિપ્રત્‍યે અપમાનીત કરી માર માર્યાની રાવ

જામનગર જિલ્લાના જામવંથલી ગામે રહેતા ભુરાભાઈ મેઘજીભાઈ પરમાર, ઉ.વ.૭૪ એ પંચ એ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, જામવંથલી ગામના નદીના કાંઠે ગાયના ગોદરવા આવેલ બાકડા ખાતે ફરીયાદી ભુરાભાઈને આરોપી નરેન્‍દ્રભાઈ ઉર્ફે પિન્‍ટુ ઈશ્‍વરભાઈ રાઠોડ એ પેટાના પડખામા ઢીકા મારી મુંઢ ઈજાઓ કરી ફરીયાદી ભુરાભાઈને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ભુંડી ગાળો બોલી સાંભળાવી ગુનો કરેલ છે.

લાલવાડી માંથી મોટરસાયકલ ચોરાયું

અહીં લેઉવા પટેલ સમાજ લાલવાડી નાગમતી ભવનની પાછળ, ગીરીરાજ પાર્કમાં રહેતા કનુભાઈ રામભાઈ રાજાણી, ઉ.વ.પપ વાળા એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કનુભાઈના દિકરાના નામે રજીસ્‍ટર વર્ષ-ર૦૧૪ નું કાળા કલરનું સ્‍પેલન્‍ડર હિરો હોન્‍ડા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.-૧૦-બી એસ-ર૩૦૯ નું જેની કિંમત રૂ.૧૦,૦૦૦/નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દુકાન માંથી રોકડાની ઉઠાંતરી કરી જતા બે સામે રાવ

અહીં મેહુલ સીનેમાની પાછળ, અજંતા સોસાયટી બ્‍લોક નં.૧૭ માં રહેતા ભાવનાબેન રમેશભાઈ ધારવીયા, ઉ.વ.૪૮ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ભાવનાબેનની  સમર્પણ સર્કલ, વાસાવીરા સોસાયટી, ગોલ્‍ડન નેસ્‍ટ કોમ્‍પ્‍લેક્ષમાં સહજાનંદ સેનેટરી નામની પોતાની દુકાનમાં હાજર હતા ત્‍યારે આરોપી બે અજાણ્‍યા માણસો દુકાનમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી જેમાંથી એક વ્‍યકિત ફરીયાદી ભાવનાબેનને સામાન લેવામાં ઉલજાવી રાખેલ તે દરમ્‍યાન બીજા વ્‍યકિતએ ફરીયાદી ભાવનાબેનની દુકાનના ટેબલના ખાનામાં રાખેલ આશરે રોકડા રૂ.ર૪,૦૦૦/ની ચોરી કરી લઈ જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

મોટરસાયકલ સાઈડમાં રાખવા બાબતે બઘડાટી

કાલાવડ ગામે વોરાવાડ પીંજારામાં રહેતા એજાજભાઈ હબીબભાઈ રાવ, ઉ.વ.રપ એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, મુળીલા ગેઈટ પાસે ચાલતા ફીરતા પાન પાસે ફરીયાદી એજાજભાઈ તેનું એકટીવા સાઈડમાં રાખી ચાલતા ફીરતા પાનના ગલ્લા પાસે ઉભા હોય ત્‍યારે આરોપી રીઝવાન બારાડી તેની બ્રેજા ફોર-વ્‍હીલ ગાડી લઈને આવેલ અને ફરીયાદી એજાજભાઈને તારૂ એકટીવા રસ્‍તામાં પડેલ છે મારી ગાડીને નડે છે તેમ કહેતા ફરીયાદી એજાજભાઈએ મારૂ એકટીવા સાઈડમાં જ પડેલ છે તેમ કહેતા આરોપી રીઝવાન બારાડી એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ફરીયાદી એજાજભાઈને જેમફાવે તેમ ગાળો બોલી ગાડીમાંથી ધારદાર ચાકુ(છરી) કાઢીને ફરીયાદી એજાજભાઈને માથાના ભાગે ડાબી સાઈડમા મારી બે ટાંકાઓ જેવી ઈજાઓ કરી અને આરોપી ઈમરાન બારાડી, રફીક બારાડીએ ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બિમારીથી કંટાળી આઘેડે ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું

અહીં સૈનિકભવન પાસે રેવન્‍યુ કોલોની બ્‍લોક નં.-ર૩માં રહેતા રમેશભાઈ મગનલાલ દવે, ઉ.વ.૬રએ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર હિતેશકુમાર મગનલાલ દવે, ઉ.વ.પ૪, રે. ગુરૂદ્વારા ચોકડી, પ્રેરણા એપાર્ટમેન્‍ટ, બ્‍લોક નં.-૦૮,જામનગરવાળા ને છેલ્લા બે વર્ષથી કેન્‍સરની બીમારી હતી અને તેનું ઓપરેશન જામનગર ખાતે ડો.બારોટની હોસ્‍પિટલ ખાતે કરેલ હતુ અને દવા ચાલુ હતી પરંતુ સારુ ન થતા છેલ્લા ચારેક મહિનાથી તળાજાની આયુર્વેદીક ચાલુ હતી જેથી ઘરે ગાળફાંસો ખાઈ આપઘાત કરી લીધાની પોલીસ ચોપડે જાહેરાત કરાઈ છે.

ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

જામનગર જિલ્લાના મોરારસાહેબનું ખંભાલીડા ગામે રહેતા યાતાભાઈ રાજાભાઈ ધ્રાંગીયા, ઉ.વ.૪પ એ પંચભએભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર મિતલબેન યાતાભાઈ રાજાભાઈ ધ્રાંગીયા, ઉ.વ.૧૭ એ પોતાના મકાનની બાજુમાં આવેલ ઈલેકટ્રીક પોલ(થાંભલો) માંથી ઈલેકટ્રીક શોર્ટ લાગતા મરણ ગયેલ છે.

નદીમાં નાહવા જતા યુવાનનું ડુબી જતા મોત

કાલાવડ તાલુકાના સતીયા ગામે રહેતા રાઘવભાઈ ઉર્ફે રમેશભાઈ આમરાભાઈ જાદભાઈ ગોલતર, ઉવ.૩૯ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  આ કામે મરણજનાર મહેશભાઈ ઉર્ફે ગંધો ચરુભાઈ દાનાભાઈ ગોલતર, ઉ.વ.૩પ એ પોતાના માલઢોરને ચરાવવા દરરોજ ની જેમ સોરઠા ગામની મરવણ નદીના કાંઠે ગયેલા ત્‍યારે નદીના પાણીમાં નાહવા જતા પાણીમાં ડુબી જતા મરણ થયેલ છે.

(2:36 pm IST)