Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જામકંડોરણામાં ગરબીમાં બાળાઓને પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્‍તે લ્‍હાણી વિતરણ

જામકંડોરણાઃ ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાએ શહેરની વિવિધ ગરબીઓની મુલાકાત લીધી હતી અને રાસ ગરબાઓ નિહાળ્‍યા હતા અને માતાજીની સ્‍તુતિ કરી હતી તેમજ આ ગરબીઓમાં ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે બાળાઓને લ્‍હાણી વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ જીલ્લા દુધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઇ બાલધા, ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, કારોબારી ચેરમેન ધૃપાલસિંહ જાડેજા, માર્કેટ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, ગૌતમભાઇ વ્‍યાસ, ખીમજીભાઇ બગડા સહિતના આગેવાનોએ હાજરી આપી લ્‍હાણી વિતરણમાં ભાગ લીધો હતો. આ તકે ગરબી મંડળના સંચાલકોએ તમામ આગેવાનોનો આભાર વ્‍યકત કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલઃ મનસુખભાઇ બાલધાઃ જામકંડોરણા)

 

(11:09 am IST)