Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કચ્છના રાપરના ધબડા ગામે કોંગો ફિવરનો શંકાસ્પદ દર્દી મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ

આરોગ્ય વિભાગની સાથોસાથ પશુપાલન વિભાગની ટીમ પણ દોડી ગઈ :માથું, પેટમાં દુઃખવું, તાવ આવવો વિગેરે લક્ષણો

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયાથી ડેંગ્યુ અને વાયરલ ફિવરના વાધતા કેસો વચ્ચે રાપર તાલુકાના ધબડા ગામે કોંગો ફિવરનો શંકાસ્પદ દર્દી મળતા આરોગ્ય વિભાગમાં દોડાધામ મચી ગઈ હતી. દર્દીમાં કોંગો ફિવરના લક્ષણો જોવા મળતા જ ઘટના સૃથળે દવાનો છંટકાવ સહિતના પગલા ભરાયા છે. આરોગ્ય વિભાગની સાથોસાથ પશુપાલન વિભાગની ટીમ પણ દોડી ગઈ હતી.

કચ્છ જીલ્લા મધ્યે સમયાંતરે કોંગો ફિવર (CCHF) ના દર્દીઓ જોવા મળતા હોય છે. હાલ રાપર તાલુકાના ધબડા ગામ મધ્યે આ રોગનો શંકાસ્પદ દર્દીઓ જોવા મળતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અિધકારી ડો.જનક માઢકના માર્ગદર્શન હેઠળ જીલ્લા રોગચાળા નિયંત્રણ અિધકારી કચ્છ, રાપર તાલુકા આરોગ્ય અિધકારીની ટીમ તેમજ પશુપાલનની વિભાગની ટીમ સાથે સાથે સૃથળ પર મુલાકાત લઈ જરુરી રોગ અટકાયતી કાર્યવાહી હાથ ધરેલ. જે અંતર્ગત આખા ગામના ૧૭૯ ઘરોનું ટીમ મારફતે સર્વે કરવામાં આવેલ. સર્વે દરમ્યાન અન્ય કોઈ દર્દી શંકાસ્પદ જોવા મળેલ ન હતું. શંકાસ્પદ દર્દીના ઘરની અંદર તેમજ આસપાસ ચુનો અને બ્લીચીંગ પાઉડરનું છંટકાવ કરવામાં આવેલ. પશુપાલન વિભાગ દ્વારા ગામના ૮૭ પશુઓની ડેલ્ટામેલૃથીન નામની ઈતરડીનાશક દવાઓનું છંટકાવ કરવામાં આવેલ. તેમજ પશુઓના વાડા અંદર તેમજ આસપાસ ઈતરડીનાશક દવાઓનું છંટકાવ કરવામાં આવ્યું હતું.

ચાલો થોડુક જાણીએ આ રોગ વિશે Crimean-Congo haemorrhagic fever કે જેને ટુંકમાં CCHF તરીકે ઓળખવામાં આવે છે તે વાયરસ જન્ય બિમારી છે. આ રોગ દુનિયાના ઘણા દેશોમાં જોવા મળે છે અને વખતોવખત કેસોનો ઉપદ્રવ પણ નોંધાતો હોય છે. આ રોગ માટે જવાબદાર વાયરસ પાલતુ પ્રાણી જેવા કે ગાય, ભેંંસ, ઘેટા બકરાના શરીરમાં જોવા મળે છે. જયારે આ પ્રાણીઓમાં આ રોગના કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નાથી અને માત્ર વાહક તરીકે તેઓ કાર્ય કરે છે. આ વાયરસ પ્રાણીઓ પર રહેલી ઈતરડી મારફતે માણસમાં પ્રવેશે છે કે કયારેક આવા પ્રાણીઓના લોહી કે અન્ય પ્રવાહીથી સીધા સંપર્કમાં આવવાથી આ રોગનો ફેલાવો થતો હોય છે આ વાયરસ માણસ માટે ખુબ જ ઘાતક સાબિત થતો હોય છે.

આ રોગના શરુઆતના લક્ષણોમાં ખુબ જ તાવ, માથુ દુઃખવું, પેટમાં દુઃખવુ, શરીરમાં દુઃખાવો, ઝાડા-ઉલટી વગેરે છે જયારે અમુક દિવસ પછી શરીરના વિવિાધ ભાગો જેવા કે ચામડી, પેશાબ, મળ, યોનિમાર્ગ વગેરે મારફતે લોહી વહેવાનું ચાલુ થતું હોય છે. માટે કોઈ પણ વ્યક્તિને આવા લક્ષણો જણાય અને ભુતકાળમાં (૧૪ દિવસની અંદર) ઈતરડી કરડેલ હોય તો આ રોગની શંકા લઈ યોગ્ય નિદાન અને સારવાર લેવી અતિ આવશ્યક છે.

આ રોગના અટકાવવા માટે સમયાંતરે ઈતરડી નાશક કામગીરી કરવી ખુબ જ જરુરી છે જેવી કે પશુઓ ઉપર ઈતરડી નાશક દવાઓનો છંટકાવ કરવો, પશુઓના રહેઠાણની દિવાલો, તિરાડો, બખોલોમાં પણ દવાઓનો છંટકાવ કરવો. પશુઓની બાંધવાની જગ્યાની ચોખ્ખાઈ રાખવી તેમજ પશુઓની સંભાળ કરતી વખતે જરુરી મોજા, ગમબુટ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આ સાથે સંકળાયેલ વ્યક્તિએ લાંબી બાયના તેમજ પુરા શરીરને ઢાંકતા કપડાઓ પહેરવા જોઈએ. આવા કોઈ શંકાસ્પદ દર્દીઓનો જોવા મળે તો તાત્લાકિક નજીકના સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવો જોઈએ.

(11:45 pm IST)