Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામનગરઃ 'દિપક'નું બ્રેન ડેડ જાહેર થતાં પરિવારે 6 અંગોનું દાન કરી અન્યના જીવનમાં ઉજાસ પાથર્યો

માતા જ્યોતિબેનના આ નિર્ણયને તમામ પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો અને સ્તુત્ય પગલુ ભર્યુ હતું.

જામનગરનાં રહેવાસી દિપક ભાઇ ત્રિવેદીને અચાનક જ માથાનો દુખાવો થયો અને બાદમાં ઉલટી થઇ હતી. સ્થાનિક ડોક્ટર્સને બતાવતા તેમણે ક્રિટિકલ સમસ્યા હોવાનું નિદાન થયું અને તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં ત્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

સ્વજનો આઘાતમાં હતાં પણ તેમને દિપક ભાઇને અલગ રીતે જીવંત રાખ્યા. તેમણે તેમનાં અંગ દાનનો નિર્ણય લીધો. અને તેમનાં છ અંગોનું દાન કરવામાં આવ્યું છે.

આ સમયે દિપકભાઇનાં પિતા કિશોર ભાઇ ત્રિવેદી અને માતા જ્યોતિબેને દિપકભાઇનાં અને પોતાના નામ મુજબ જ દિપકભાઇના અંગો બીજા જરૂરીયાતમંદોને ઉપયોગી નિવડે અને તેમના જીવનની જ્યોત ઝળહળતી રહે તેવો નિર્ણય કરી દિપકભાઇના અંગો દાન કરવાનો નિર્ણય લીધો હતો. જ્યોતિબેનના આ નિર્ણયને તમામ પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો હતો અને સ્તુત્ય પગલુ ભર્યુ હતું.

(11:46 pm IST)