Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામનગરના પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા 2 લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ : કુલ 3 કેસ : લોકોમાં ફફડાટ

દર્દીનાં પત્ની અને સાળાને પણ ઓમિક્રોન થયો : તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

જામનગર ; 28 નવેમ્બરે હાઈરિસ્ક દેશ ઝિમ્બાબ્વેથી ગુજરાત આવેલા 72 વર્ષીય દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને અન્ય સંબંધીઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારે દર્દીનાં પત્ની અને સાળાને પણ ઓમિક્રોન થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતમાં આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં ઓમિક્રોન ના વધુ કેસ સામે આવ્યા છે. જામનગરના પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા બે લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતના પ્રથમ કેસના દર્દીના બે સંબંધીને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. ત્યારે આ સાથએ ગુજરાતમાં ઓમિક્રોનનાં હવે કુલ ત્રણ કેસ થયા છે.

(12:13 am IST)