Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જીત બાદ ફટાકડા નહીં ફુટે વિજય સરઘસ પણ નહીં નીકળે : મોટી પાનેલી ત્રિપાંખિયા જંગમાં મતદાન બાદ ત્રણેય પક્ષના કાર્યકરોએ સાથે બેસી ભાઇચારો દેખાડ્યો

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એસ સી અનામત બેઠકની ચૂંટણીમાં ત્રણ પેનલો બનેલ હતી જેમાં ખુબજ શાંતિ પૂર્વક અને ઉત્સાહ સભર મતદાન થયેલ મતદારોએ ચોસઠ ટકા મત મતપેટીમાં નાખી ભાવિ સરપંચનું ભવિષ્ય ઘડેલ છે પરંતુ પાનેલીએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક રીતે ભાઈચારો દેખાડ્યો જેમાં ગામ આગેવાનો અને રાજકોટ ગેલેકસી ગ્રુપના રાજેશભાઈ ભાલોડીયાની લાગણી અને આગ્રહ થી ત્રણેય પેનલના તમામ ઉમેદવારો સાથે પાંચસો જેટલાં કાર્યકરોએ મતદાન પુરૂ થયાં બાદ તુરંત સાથે બેસી એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી દેખાડી ચૂંટણી વખતે થયેલ કોઈપણ અણસમજ ને ભૂલી જઈ એકબીજાએ માફી ક્ષમા માંગી સુંદર દાખલો બેસાડી કોઈપણ પક્ષ જીતીને આવે કોઈ ફટાકડા કે વિજય સરઘસ નહીં કાઢવું અને આવનારી પેનલ અને સરપંચને સંપૂર્ણ સહયોગ આપી ગામને વિકાસના પંથે લઇ જવાની ભાવના વ્યકત કરેલ જેને ગામ આગેવાનોએ વધાવી સર્વો ને વિજયની શુભેચ્છા પાઠવી હતી એકબીજા ઉમેદવારો ગળે મળીને લાગણી વ્યકત કરેલ.

(10:19 am IST)