Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

હળવદ બાર એસો.ના પ્રમુખ તરીકે કિરીટ પટેલનો વિજય

 હળવદઃ અહીંના બાર એસોસિયેશનની ચૂંટણીમાં મતદાન સંપન્ન થયા બાદ મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં એક પેનલનો ઝળહળતો વિજય થયો હતો. મતગણતરી બાદ પ્રમુખ તરીકે કિરીટ પટેલ ની જીત જાહેર કરવામાં આવી હતી. જયારે ઉપપ્રમુખ તરીકે ભરત ડી.ગણેશિયા,સેક્રેટરી તરીકે જયદિપ એચ.સોનગ્રા અને ખજાનચી તરીકે અમન એસ દવે વિજેતા બન્યા હતા.

(10:19 am IST)