Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

પરિવર્તન કે પુનરાવર્તન : લોધીકા ગ્રામ પંચાયત ચૂંટણીનું કાલે પરિણામ : જબરી ઉતેજના

(સલીમ વલોરા દ્વારા) લોધીકા,તા. ૨૦ : લોધીકા તાલુકાની યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયેલ છે. કુલ ૩૬ પેઢી ૧૨ પંચાયત અગાઉ સમરસ જાહેર થયેલ જ્યારે ૨૪ પંચાયતની ચૂંટણી યોજાયેલ હતી. જેમાં ૭૮% જેવું ધીંગુ મતદાન સાથે મતદારોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહેલ હતું.

લોધીકા ગ્રામ પંચાયત ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસના સરપંચ સિવાય સભ્યોના ઉમેદવારો મેદાનમાં ન હોવાથી ભાજપ પ્રેરિત બંને પેનલ મેદાનમાં હતી. બંને પેનલોએ યુવા ઉમેદવારોએ પોતે કરેલા ગામના વિકાસના કામોને આગળ લઇ જન સમર્થનની આશા સાથે વિજય થવાનો વિશ્વાસ વ્યકત કરેલ છે. જ્યારે બીજી પેનલએ લોકોના પ્રશ્નો જેવા કે પાણી -સફાઇ-આરોગ્ય સહીતના પ્રશ્નોનો નિવેડો લાવવાં વચનબધ્ધ થયેલ હતા.

લોધીકામાં સરપંચ સહીત કુલ -૧૦ વોર્ડની યોજાયેલ ચૂંટણીમાં સવારથી જ મતદારોનો જબરો ઉત્સાહ જોવા મળી રહેલ હતો. લોધીકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૦% જેવું મતદાન થયેલ હતું. બંને પેનલ પોતાની જીત નિશ્ચિત છે ના દાવા કરે છે ત્યારે મંગળવારે ખીમાણી વિદ્યાલય ખાતે મતગણતરી થવાની છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

(10:51 am IST)