Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

બોટાદમાં ગાયનો જીવ બચાવ્યો

 બોટાદ : પાળીયાદ રોડ, દર્શન સોસાયટીમાં એક ગૌવંશ અતી બીમાર હાલતમાં પડેલ છે, અને દુખી થાય તેવી માહિતી બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ ગૌરક્ષક સમાતભાઇ જેબલીયાને પ્રતાપભાઇ બાબભાઇ ખાચરે આપતા પશુ હેલ્પલાઇન ૧૯૬ર માં જાણ કરતા તાત્કાલીક ધોરણે પશુ એમ્બ્યુલન્સ સાથે પશુ ડોકટર હરપાલભાઇ ગીડા બનાવ સ્થળે આવી બિમાર ગૌવંશની સારવાર દવા ઇન્જેકશન આપેલ છતાં કોઇ ફેર નહી પડતા ગૌરક્ષક સામતભાઇ જેબલીયાએ બોટાદ નગરપાલીકા આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરી કરતા તાત્કાલીક વાહન મોકલતા બીમાર ગૌવંશને મહાજન પાંજરાપોળમાં મુકી આવી બીમાર ગૌવંશનો જીવ બચાવ્યો હતો. આ સેવા કાર્યમાં જીવ દયાપ્રેમી પ્રતાપભાઇ ખાચર, નનકુભાઇ તથા વિજયભાઇ પશુ ડોકટર હરપાલભાઇ ગીડા વિગેરેએ જહેમત ઉઠાવેલ અને કોઇપણ જગ્યાએ આવા પશુ બિમાર કે અકસ્માત થયેલ જણાય તો બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાના મોબાઇલ નં. ૯૮ર૪૩ ૯૦૧૩૩ માં અથવા પશુ હેલ્પ લાઇન ૧૯૬ર માં ફોન કરવા જણાવાયું છે. બીમાર ગાયને સારવાર માટે લઇ જતા સેવાભાવીઓની તસ્વીર.

(11:28 am IST)